ઘણા લાંબા સમય બાદ એરપોર્ટ પર સ્પોટ થયા વિક્કી કૌશલ અને કેટરીના કૈફ, ચાહકો સાથે લીધી ધડાધડ તસવીરો, જુઓ વીડિયો

પેપરાજીને ઘણા લાંબા સમય બાદ બોલીવુડના લોકપ્રિય કપલ વિક્કી કૌશલ અને કેટરીનાને પોતાના કેમેરામાં કેદ કરવાનો મળ્યો મોકો, જુઓ વીડિયો

બોલીવુડના સેલેબ્સ જ્યાં પણ જતા હોય ત્યાં ચાહકોનો મેળાવડો લાગી જતો હોય છે, ચાહકો પણ તેમની એક ઝલક જોવા માટે આતુર રહેતા હોય છે અને તેમની સાથે સેલ્ફી પણ ક્લિક કરાવવા માંગતા હોય છે. ત્યારે પેપરાજી પણ સેલેબ્સની તસવીરો ક્લિક કરવા માટે આતુર રહેતા હોય છે.

ત્યારે હાલમાં જ બોલીવુડના લોકપ્રિય કપલમાંથી એક એવા વિક્કી કૌશલ અને કેટરીના કૈફ પેપરાજીના કેમેરામાં કેદ થયા હતા. કેટરીના કૈફ અને વિક્કી કૌશલ લાંબા સમય બાદ સાથે જોવા મળ્યા હતા. બંને સ્ટાર્સ રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જોકે આ બંને સ્ટાર્સ એરપોર્ટ પર એકસાથે પ્રવેશ્યા નહોતા.

બંને એકબીજાની સામે જોવા મળ્યા હતા. પરંતુ રસપ્રદ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન બંને સ્ટાર્સ એકબીજા સાથે ટ્વીન થયા હતા. કેટરિના કૈફ અને વિક્કી કૌશલની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ દરમિયાન અભિનેત્રી કેટરિના કૈફ એરપોર્ટ પર ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળી હતી.તેને ગ્રે રંગની ટી શર્ટ અને બેગી પેન્ટ પહેર્યું હતું.

આ દરમિયાન અભિનેત્રી ફુલ ટશનમાં કાળા ચશ્મા પહેરીને એરપોર્ટ પર જોવા મળી હતી. જે બાદ ટાઈગર 3 સ્ટારની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. અભિનેત્રી કેટરિના કૈફે પોતાની સુંદરતાથી દેશના કરોડો લોકોના દિલ પર રાજ કર્યું છે. આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળી હતી.

જોકે આ દરમિયાન કેટરીના પહેલા એકલી જોવા મળી. બાદમાં તેનો પતિ વિક્કી કૌશલ એરપોર્ટ પર સાથે જોવા મળ્યો હતો. વિક્કી કૌશલ પણ થોડા સમય બાદ એરપોર્ટની બહાર આવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન બંને સ્ટાર્સ સમાન કપડામાં હતા. અભિનેતાએ પણ ગ્રે ટી શર્ટ અને બ્લેક જોગર્સ પહેર્યા હતા.

અભિનેત્રી કેટરિના કૈફને એરપોર્ટ પર જોઈને ઘણા લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે અપીલ કરતા જોવા મળ્યા હતા. જે બાદ અભિનેત્રીએ ઘણા લોકો સાથે  તસવીરો ક્લિક કરાવી. લોકો ફિલ્મ સ્ટાર વિક્કી કૌશલ સાથે તસવીરો ક્લિક કરતા જોવા મળ્યા હતા. જે બાદ ફિલ્મ સ્ટારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અભિનેત્રી કેટરિના કૈફની જેમ વિક્કી કૌશલે પણ આ સમયગાળા દરમિયાન ડાર્ક ચશ્મા પહેર્યા હતા. તસવીરોમાં બંનેનો ડેશિંગ લુક તમે જોઈ શકો છો. બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સ કેટરીના કૈફ અને વિક્કી કૌશલની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકો પણ આ જોડીને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel