દુલ્હનના લાલ જોડામાં કેટરીના કૈફ લાગી રહી છે એકદમ મહારાણી, ઠાઠ વાળી એન્ટ્રી જોઇ દિલ ખુશ થઇ જશે

કેટરિના કૈફના લગ્ન બાદ લોકો તેના લગ્નની અને પ્રી વેડિંગ ફંક્શનોની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને, કેટરીના અને વિકી પોતપોતાના ઇન્સ્ટાગ્રામ પર લગ્નના ફંક્શનના ફોટા પણ શેર કરી રહ્યા છે. ગઈ કાલે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની મહેંદી સેરેમનીની તસવીરો શેર કરી હતી અને તે પહેલા હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી હતી. ત્યારે, હવે અભિનેત્રીએ ફરી એકવાર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તેની બહેનો ફૂલોની ચાદર પકડેલી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતા કેટરિના કૈફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ ઈમોશનલ નોટ પણ લખી છે. તેણે લખ્યુ, ‘જેમ જેમ અમે મોટા થયા, અમે બહેનોએ હંમેશા એકબીજાની રક્ષા કરી. તે મારી શક્તિનો આધારસ્તંભ છે. અમે હંમેશા એકબીજાને જમીન સાથે જોડાયેલા રાખીએ છીએ. આ હંમેશા આમ જ બનેલુ રહે’.

કેટરિના કૈફની આ લેટેસ્ટ પોસ્ટને અત્યાર સુધીમાં 8 લાખ 56 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે, જેના પર સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ પણ કોમેન્ટ્સ કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ નિમરત કૌરે આ પોસ્ટ પર ‘સ્ટનિંગ’ કોમેન્ટ કરી છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ પોસ્ટ પર ફાયર અને હાર્ટ ઇમોજી બનાવીને પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે, ‘સૌથી સુંદર દુલ્હન’, જ્યારે બીજાએ લખ્યું છે, ‘વિક્કી ભાઈ લકી છે’. અન્ય એક યુઝરે લખ્યું, ‘હંમેશા આ રીતે હસતા અને ખુશ રહો. શુભેચ્છાઓ. તસવીરોમાં કેટરિના કૈફ કોઈ ક્વીનથી ઓછી દેખાઈ રહી નથી. કેટરિનાની બ્રાઈડલ એન્ટ્રી કોઈ રાણી કરતા ઓછી ન હતી.

દુલ્હનિયા કેટરીના આ લુકમાં એકદમ મહારણી લાગતી હતી. કેટરિનાના વેડિંગ ડ્રેસ અને તેની જ્વેલરી તેને રાજસ્થાની રાણીનો લુક આપી રહી છે. વિક્કી કૌશલની દુલ્હન બનાવવા માટે કેટરીનાની બહેનોએ તેની શાનદાર એન્ટ્રી કરાવી હતી.

કેટરિના કૈફ અને વિક્કી કૌશલ શુક્રવારે 9મી ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. તસવીરમાં કેટરીના તેની બહેનો સાથે લગ્ન મંડપ તરફ જતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે લગ્નની આ વિધિ કન્યાના ભાઈઓ દ્વારા કરવામાં આવે છે. પરંતુ કેટરીનાએ તેની બહેનો સાથે મળીને આ વિધિ પૂરી કરી છે. આ દરમિયાન કેટરીના અને તેની બહેનો ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

તસ્વીરોમાં કેટરિના પરંપરાગત જ્વેલરી અને સોનેરી કલીરો સાથે સુંદર લાલ રંગના લહેંગામાં પરફેક્ટ દુલ્હન જેવી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી હતી, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી.

વિક્કી અને કેટરીનાની હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના અને વિકી કૌશલે તેમના લગ્નના ફંક્શનની તસવીરો OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયોને નોંધપાત્ર રકમમાં વેચી છે અને આ જ કારણ છે કે લગ્નમાં આવનાર લોકોને તસવીરો ખેંચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

વિક્કી કૌશલ અને કેટરીના કૈફ આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. એકબીજાને ડેટ કર્યા પછી, કપલે 9 ડિસેમ્બરના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એક લક્ઝરી હોટેલમાં સાત ફેરા લીધા. આ કપલે પોતે જ તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તે બાદ તેઓએ હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી હતી. ત્યારે હવે કેટરીના કૈફે લગ્નની ના જોયેલી તસવીરો શેર કરી છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, લગ્નમાં ફક્ત 120 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ, જેમાં મોટાભાગના નજીકના પરિવારજનો સામેલ હતા. જૂની પુરાણી વિન્ટેજ કારમાં બેસીને વિક્કી જાનમાં આવ્યો હતો. જાનૈયાનું સ્વાગત ગુલાબની પાંખડીઓથી કરવામાં આવ્યુ. તો કૈટરીના કાચની બનાવેલી રજવાડી ડોલીમાં બેસીને પરણવા આવી. ડોલી પર મિરર વર્ક કરવામાં આવ્યું.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

ઉલ્લેખનીય છે કે, એવી ખબર છે કે વિક્કી અને કેટરીના બંને હવે અનુષ્કા અને વિરાટ કોહલીના પાડોશી બની ગયા છે. વિક્કીએ પાંચ વર્ષ માટે આ ઘર ભાડે લીધું છે. શરૂઆતનાં ત્રણ વર્ષ માટે ભાડું 8 લાખ રૂપિયા છે. ચોથા વર્ષે 8.40 અને પાંચમા વર્ષે 8.82 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે. આ જ અપાર્ટમેન્ટમાં અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી પણ રહે છે. જો કે, આ તમામ માહિતી રીપોર્ટ અનુસાર છે અને આ વાતની કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

Shah Jina