કેટરીના કૈફે હનીમૂનથી શેર કરી બ્રાઇડલ મહેંદી અને લાલ ચૂડાની ઝલક, શું તમને પણ જોવા મળ્યુ હાથમાં વિક્કી કૌશલનું નામ ?

બોલિવુડના ગલિયારાઓમાં કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા હતા. સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિક્કી કૌશલે જયારથી લગ્ન કર્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર તેઓ છવાયેલા છે. ત્યાં, ચાહકો પણ બંનેની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ન્યુલી મેરિડ કપલ ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે બીચ વિસ્તારમાં ગયા હતા. મીડિયા રીપોર્ટ અનુસાર તેઓ લગ્ન બાદ તરત જ હનીમુન માટે રવાના થઇ ગયા હતા. હાલમાં જ કેટરિના કૈફે દરિયા કિનારાની એક તસવીર શેર કરી છે જેમાં તેના હાથ પર મહેંદી જોવા મળી રહી છે.

આ સુંદર તસવીર શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં હાર્ટ ઈમોજી બનાવી છે. અભિનેત્રી કેટરિના કૈફે તેના લગ્નના 9 દિવસ બાદ વિક્કી કૌશલના હાથ પર મહેંદી લગાવેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી આ તસવીર સામે આવતાની સાથે જ ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીર જોઈને ફેન્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઘણા ચાહકો મહેંદીમાં વિક્કીનું નામ શોધતા પણ જોવા મળી રહ્યા છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીર શેર કરતા કેટરિનાએ કેપ્શનમાં હાર્ટ ઈમોજી બનાવી છે. તસવીરમાં કેટરીના હાથ પર મહેંદી લગાવતી જોવા મળી રહી છે. અભિનેત્રીના હાથમાં આ સુંદર ડિઝાઇનની મહેંદી ડાર્ક કલરમાં જોવા મળે છે. આ સાથે તેના હાથમાં પહેરેલ લાલ ચૂડો પણ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. તસવીરના બેકગ્રાઉન્ડમાં વાદળી સમુદ્ર દેખાય છે. આવી સ્થિતિમાં આ તસવીર જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ ફોટો વિક્કી-કેટરિનાના હનીમૂનનો છે.

કેટરિનાની આ મહેંદી વાળી પોસ્ટ પર ફેન્સ સતત લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રીની આ તસવીરને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. તેમજ નેહા ધૂપિયા સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ આ પોસ્ટ પર ટિપ્પણી કરીને તેમના પ્રતિભાવ આપી રહ્યા છે. લગ્નના બીજા જ દિવસે એટલે કે 10 ડિસેમ્બરે કેટરીના અને વિક્કી હેલિકોપ્ટર દ્વારા હનીમૂન માટે રવાના થયા હતા. કામની કમિટમેન્ટને કારણે તેઓએ ટૂંકી રોમેન્ટિક રજાઓનું આયોજન કર્યું હતું.

હનીમુન પર ગયાના થોડા દિવસો બાદ બંને મુંબઈના કાલીના એરપોર્ટ પર જોવા મળ્યા હતા. વિક્કી અને કેટરિના એરપોર્ટથી સીધા તેમના અંધેરીના ઘરે ગયા હતા જ્યાં વિક્કીનો પરિવાર રહે છે. કેટરીનાએ તેના સાસરિયાઓ માટે તેની પહેલું રસોઇ પણ બનાવી હતી. જેમાં તેણે સોજીનો હલવો બનાવ્યો હતો, જેના તેના પતિ વિક્કીએ વખાણ પણ કર્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતુ કે આ અત્યાર સુધીનો સૌથી સારો હલવો છે.

ઉલ્લેખનીય છે કે, વિક્કી કામ પર પાછો ફર્યો છે. એક એડ શૂટ કર્યા બાદ તે સેટની બહાર જોવા મળ્યો હતો, જ્યાં તે કારમાં બેઠો હતો અને મોબાઈલ પર ખૂબ જ ખુશ રીતે વાત કરતો જોવા મળ્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિક્કી ટૂંક સમયમાં ફિલ્મ ‘ગોવિંદા મેરા નામ’માં જોવા મળશે. તેમાં ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી પણ છે.

આ સિવાય તે ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’, ‘મોનેક શો’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. ત્યાં, કેટરિના કૈફ ‘ફોન ભૂત’, ‘ટાઈગર 3’ અને ‘જી લે ઝરા’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. આ સિવાય ફેન્સ એ ફિલ્મની પણ રાહ જોઈ રહ્યા છે જેમાં કેટરિના અને વિક્કી એકસાથે સ્ક્રીન શેર કરશે.

Shah Jina