કેટરીના કૈફે તેના ‘હબી’ વિક્કી કૌશલને ખુશ કરવા માટે એવું કર્યું કે વાયરલ થઇ રહી છે તસવીર

બોલિવૂડની બાર્બી ડોલ કેટરીના કૈફ લગ્ન થયા બાદ અવાર નવાર ચર્ચામાં બનેલી રહેતી હોય છે. કેટરીના અને વિક્કી લગ્ન પહેલા જેટલા ચર્ચામાં રહેતા હતા લગ્ન બાદ પણ એટલા જ લાઇમ લાઇટમાં રહે છે. અભિનેત્રી કેટરીના કૈફ પતિ વિક્કી કૌશલને ખુશ કરવા માટે એક તક તેના હાથથી જવા નથી દેતી. આ દરમ્યાન ફરી એક વખત કેટરીના કૈફે પરફેક્ટ ‘પંજાબી વાઈફ’ વાળી વાઈબ્સ આપી છે.

રવિવારે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં એક તસવીર શેર કરી હતી જે જોત જોતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. શેર કરેલી તસવીર દ્વારા કેટરીનાએ લખ્યું હતું કે તેને તેના ‘હબી’ વિક્કી કૌશલ માટે નાસ્તો બનાવ્યો છે. તસવીરને જોઈને એવું લાગે છે કે કેટરીનાએ વિક્કી માટે ઈંડાથી કોઈ ડીશ તૈયાર કરી છે. તસવીર સાથે કેટરીનાએ લખ્યું હતું કે,’મારા દ્વારા પતિ માટે બનાવામાં આવેલ રવિવારનો નાસ્તો”.

કેટરીનાએ પોસ્ટની સાથે એક કુક વાળું સ્ટીકર પણ જોડ્યું હતું. તેની પહેલા કેટરીનાએ લગ્ન બાદ તેની પહેલી રસોઈના રૂપમાં હલવો બનાવ્યો હતો જેની તસવીર વિક્કી અને કેટરીના બંનેએ શેર કરી હતી. કેટરીના અને વિક્કી થોડા દિવસ પહેલા વેકેશન પર ગયા હતા. બંનેએ એક બીચ ડેસ્ટિનેશન પર ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો. જો કે, તેમણે તેમના વેકેશનની જગ્યા જાહેર કરી ન હતી. કપલે ત્યાંથી ચાહકો માટે ઘણી તસવીરો પણ શેર કરી હતી.

તસવીરમાં વિક્કી તેની જોરદાર બોડી ફ્લોન્ટ કરતો દેખાયો હતો. કામની વાત કરીએ તો કેટરીના અને વિક્કી આ દિવસોમાં પોતાના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. જ્યાં વિક્કીની પાસે મેઘના ગુલઝારની ‘સેમ બહાદુર’ છે, તેમજ કેટરીના શ્રીરામ રાઘવનની સાથે એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

ફિલ્મમાં તેને વિજય સેતુપતિની સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. કેટરીનાની પાસે આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાની સાથે એક રોડ ટ્રીપ ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે. તેને ફરહાન અખ્તર ડાયરેક્ટ કરશે.

Patel Meet