ખબર

ઉત્તરાખંડમાં 200 કરોડના લગ્નમાં બૉલીવુડ ઉમટ્યું આ અભિનેત્રીએ ‘શીલા કી જવાની’ પર લગાવ્યા ઠુમકા, વિડીયો થયા સોશિયલ મીડિયામાં વાયરલ

ઉત્તરાખંડનું સ્વિઝર્લેન્ડ મનાતું ખુબસુરત પેલેસ ઔલીમાં 20 જૂનના એક ભવ્ય લગ્ન સંપન્ન થયા હતા. આ ભવ્ય લગ્ન પ્રસિદ્ધ ઉધોગપતિ ગુપ્તા બંધુમાંથી અજય ગુપ્તના પુત્ર સુર્યકાંતનાં લગ્ન દિલ્લીના હીરાના વેપારી સુરેશ સિંઘલની પુત્રી કૃતિકા સાથે સમ્પન્ન થયા હતા.સૂર્યકાન્ત અને કૃતિકાના લગ્નની ચર્ચા ચારેકોર થઇ રહી છે.

Image Source

ખબરોનું માનીએ તો આ આ લગ્નમાં 200 કરોડ જેટલો અધધ ખર્ચ કરવામાં આવ્યો છે. આ લગ્ન 101 પંડિતો દ્વારા સંપન્ન કરવામાં આવ્યા હતા. લગ્નના મંડપિ તસ્વીર પણ સામે આવી છે. જેમાં સાફ જોવા મળ્યું છે કે આ મંડપ કોઈ સામાન્ય મંડપ નથી. આ મંડપ બાહુબલીના અંદાજમાં રાજમહેલની જેમ શણગારવામાં આવ્યો હતો. આ ભવ્ય લગ્નને લઈને શહેરને દુલહનની જેમ શણગારવામાં આવ્યું હતું.

આ ભવ્ય લગ્નમાં પતંજલિ યોગ પીઠના આચાર્ય બાલકૃષ્ણ, પરમાર્થ નિકેતન,અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત શામિલ થયા હતા. તો બોલીવુડના એક્ટ્રેસ કેટરીના કૈફ પણ આ લગ્નમાં પહોંચી હતી. કેટરીના સિવાય આ લગ્નમાં ઉર્વશી રોતેલા, પંજાબી રેપર બાદશાહ, અભિજીત સાવંત, બૉલીવુડ સિંગર કનિકા કપૂર, શ્રદ્ધા કપૂર, કૈલાશ ખેર, સુરભી જ્યોતિ ઔલી પહોંચ્યા હતા.


કેટરીના કૈફ અને બાદશાહનો વિડીયો સામે આવ્યો છે.

આ ઇવેન્ટમાં કેટરીનાએ લાલ અને કાળા કલરનો ડ્રેસ પહેયો હતો. તો ફિલ્મ ઝીરોના હુસ્ન પરચમ સહીત કમલી અને ઘણા રિમિક્સ ગીત પર ડાન્સ  કર્યો હતો.

તો બીજા વીડિયોમાં કેટરીના કૈફ શીલા કી જવાની ના ગીત પર ઠુમકા લગાવ્યા હતા. તો બાદશાહ પણ કુ અંદાજમાં નજરે આવ્યો હતો. બાદશાહે નિયોન જેકેટ સાથે બ્લેક પેન્ટ અને સફેદ શૂઝમાં નજરે આવ્યો હતો. આ વીડિયોમાં કપૂર એન્ડ સન્સનું ગીત કર ગઈ ચૂલના ગીતમાં ઠુમકા લગાવ્યા હતા.

બાદશાહ અને કેટરીના સિવાય સુરભી જ્યોતિનો પણ વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સુરભી બાજીરાવ મસ્તાનીના ગીત પિંગા પર ઠુમકા લગાવતી નજરે આવી હતી. સુરભી પીળી સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks