મનોરંજન

7 તસ્વીરો: ખુબસુરત દુલ્હન બની કેટરીના કૈફ, ખુદ બિગ બી જયાએ ભીની આંખે આપી હતી વિદાય

કેટરીના કૈફના લગ્નમાં ખુશીમાં ઝૂમવા લાગ્યા અમિતાભ અને જયા બચ્ચન, જુઓ વાઇરલ ફોટો

હાલમાં જ સોશિયલ મીડિયામાં અમિતાભ બચ્ચન સાથે તેમની પત્ની જ્યાં બચ્ચન અને કેટરીના કૈફની ડાન્સ કરતા ફોટા વાયરલ થઇ રહ્યા છે, જેને ઘણા જ લોકો વખાણી પણ રહ્યા છે, મન મૂકીને ઝૂમી રહેલા અમિતાભ અને જયા બચ્ચનનું  ડાન્સ કરવા પાછળનું કારણ છે કેટરીના કેફના લગ્ન.

આ ફોટામાં તમને કેટરીના કૈફ પણ અમિતાભ સાથે ડાન્સ કરતી જોવા મળે છે, અમિતાભ અને જયા સાથે કેટરીના ડાન્સ કરી રહી છે એ પ્રસંગ કોઈ લગ્ન પ્રસંગ જેવો લાગી રહ્યો છે અને આ પ્રસંગમાં ત્રણેય દિલ ખોલી ડાન્સ કરી રહ્યા છે.

Image Source

તમને જણાવી દઈએ કે આ ડાન્સ કરતા ફોટા એક શૂટિંગ દરમિયાન લેવામાં આવ્યા છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, આ એક જાહેરાત માટેનું શૂટિંગ હતું જેમાં કેટરિનાના માતા પિતા તરીકે અમિતાભ અને જયા બચ્ચન બતાવવામાં આવ્યા છે અને તેમની દીકરી તરીકે કેટરીના છે, જેના લગ્ન પ્રસંગે આ ત્રણેય ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

Image Source

ગોલ્ડાન બોર્ડર વાળા સફેદ શર્ટ અને ધોતીમાં અમિતાભ એક સાઉથ ઇન્ડિયન દેખાવમાં નજરે આવી રહ્યા છે તો સાથે જયા બચ્ચન પણ એક ટ્રેડિશનલ દેખાવમાં બ્રાઉન અને પીળા રંગની લાલ બોર્ડર વાળી સાડીમાં આકર્ષક દેખાઈ રહ્યા છે.

Image Source

અમિતાભ બચ્ચન સાથે ડાન્સ કરતા કેટરીના લીલા રંગના લહેંગા ચોલીમાં નજરે આવે છે તો બીજા એક ફોટામાં કેટરીના દુલ્હનના કપડામાં આકર્ષક દેખાઈ રહી છે, સાથે વિદાયના પ્રસંગમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પણ ટ્રેડિશનલ લુકમાં નજરે આવી રહ્યા છે.

અમિતાભ, જયા અને કેટરીના સાથે સાઉથના પણ કેટલાક સુપરસ્ટાર્સ આ ફોટામાં નજરે આવી રહ્યા છે, અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટર એકાઉન્ટમાં આ ફોટા શેર કાર્ય છે જેમાં નાગાર્જુન, પ્રભુ અને શિવરાજ કુમાર દેખાઈ રહ્યા છે.