આ વર્ષે બોલીવુડનો સૌથી પ્રસિદ્ધ એવોર્ડ IIFA (ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી) 2019નું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું છે. છેલ્લા 20 વર્ષના ઇતિહાસમાં આ પહેલો મૌકો છે. જયારે IIFAનું દેશમાં આયોજન કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે આ એવોર્ડ ફંક્શન બીજા દેશમાં જ આયોજિત કરવામાં આવે છે. બુધવારે મુંબઈમાં થનારી IIFA એવોર્ડ્સ પહેલા IIFA રોક્સ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. IIFA રૉક્સમાં સેલેબ્સનો મેળાવડો લાગ્યો હતો.પરંતુ દિલચસ્પ વાત તો એ હતી કે, ગ્રીન કાર્પેટ પણ બોલીવુડની ઘણી માનુનીઓ ગોલ્ડન ડ્રેસમાં જોવા મળી હતી. આવો જોઈએ આ ઇવેન્ટની તસવીરો
આ કાર્યક્રમને આયુષ્મનાં હોસ્ટ કરશે. આ વર્ષને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘અંધાધૂન’ને સૌથી વધારે 13 નોમિનેશન મળે છે. આ એવોર્ડ પહેલા IIFA રોક્સની રાતનું આયોજન કરવામાં આવ્યું હતું જે ગોલ્ડન રહ્યું હતું.
સિતારોની આ મહેફિલમાં બોલીવુડની ‘ લેડી હાર્ટ થોર્બ’,’ સ્ટાઇલ આઇકન’અને ફિટનેશ ફિક્ર’કેટરીના કૈફની એન્ટ્રી થતા જ રંગ બદલાઈ ગયો હતો.
કેટરીના કૈફ વાઈન રેડ કલરના શિમર હાઈ સ્લીટ ડ્રેસમાં IIFA રોકના ગ્રીન કાર્પેટ પર આવી હતી. સ્ટાઇલ અને ફેશનને કારણે કેટરીનાનો ડ્રેસ લોકોને બહુજ પસંદ આવ્યો હતો. શિમર વાઈન રેડ ફૂલ સ્લીવ્સ ડ્રેસમાં ઓવરઓલ લેસ વર્ક કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં ડ્રેસનું ડિટેલિંગ પણ યુનિક હતું.
ડ્રેસમાં હેક્સાગન ડિઝાઇન ડીપ બેક કેટરીનાને લુકમાં ચાર ચાંદ લગાવતા હતા.સાથે જ કેટરીનાએ લાઈટ ગ્લોસી મેકઅપ, સ્મોકી આઈ,લોન્ગ સ્ટ્રેટ હેર સ્ટાઇલ અને સ્ટ્રાપ સ્ટીલેટોઝ સાથે લુકને પૂરો કર્યો હતો. IIFA હોય કે જીક્યૂ એવોર્ડ કેટરીનાનો અત્યાર સુધીનો લુક બહેતર રહ્યો છે.
તો બૉલીવુડ એક્ટ્રેસ રકૂલ પ્રીતસિંહ IIFA રોક્સ ઇવેન્ટમાં ગોલ્ડન શિમરી પેન્ટસૂટમાં પહોંચી હતી. મિડલ પાર્ટેડ ઓપન હર અને મિનિમલ મેકઅપ સાથે રકૂલ બેહદ ખુબસુરત લાગતી હતી.
IIFA રોક્સની ગ્રીન કાર્પેટ પર એક્ટ્રેસ રુચા ચડ્ડાનો પણ ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. આ ઇવેન્ટમાં રુચા ચડ્ડા શિમરી લોન્ગ હાઈ સ્લીટ ગાઉનમાં પહોંચી હતી.
ટીવીથી બોલીવુડમાં એન્ટ્રી કરનારી રાધિકા મદાન IIFA રોક્સ ઇવેન્ટમાં ડીપ નેક ગોલ્ડન ડ્રેસ સાથે પહોંચી હતી.
આયુષ્માન ખુરાનાના ભાઈ અપારશક્તિ ખુરાના પણ IIFA રોક્સના ગ્રીન કાર્પેટ પર યુનિક સ્ટાઈલમાં જોવા મળ્યો હતો.
નેહા કક્કર હંમેશાની જેમ તેની ખુબસુરત મુસ્કુરાહટ સાથે જોવા મળી હતી.
બોલીવુડની મશહૂર સિંગર તુલસીકુમારે પણ IIFA રોક્સ 2019માં તેના પર્ફોર્મન્સને કારણે બધાને મનોરંજન પૂરું પાડ્યું હતું.
એક્ટર અર્જુનરામપાલ તેની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રિડ્સ સાથે નજરે ચડ્યો હતો.
સિંગર-એક્ટર આદિત્ય નારાયણ પણ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો.
સૂફી ગીતની પ્રસિદ્ધ સિંગર હર્ષદીપ કૌર પણ તેના પતિ સાથે નજરે આવી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks