મનોરંજન

રોડ પર કૈટરીના કૈફની ડુપ્લીકેટ જોઈને લોકો ચડ્યા ચકરાવે, 10 તસ્વીરો જોઈને તમે પણ કહેશો કેટરીના આની સામે ફિક્કી લાગે છે

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ રસ્તા પર કૈટરીના કૈફને જોઈને લોકો વિચારમાં પડી ગયા હતા. પરંતુ બાદમાં લૂકને લઈને ખબર પડી હતી કે, કૈટરિનાની હમશકલ વાળી આ યુવતી ફેશન બ્લોગર અલીના રાય છે.

કેટરીના કૈફની શકલ વળી આ યુવતીનો લખનૌ પ્રવાસનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અલીના રાય સોશિયલ મીડિયા ટિક્ટોક અને ઇન્સ્ટાગ્રામમાં ઘણી લોકપ્રિય છે. તેના ફોલોઝર હજારોની સંખ્યામાં છે.

સામાન્ય રીતે તો બૉલીવુડ સ્ટાર્સની હમશકલની ખબર આવતી રહેતી હોય છે. પરંતુ અલીનાને જોઈને કોઈને એમ ના લાગે કે તે કૈટરીના કૈફ નહીં હોય. અલિનાના લુકની વાત કરવામાં આવે તો તેનો લુક કોઈ સ્ટારથી ઓછો નથી.

બતાવવામાં આવી રહ્યું છે કે, અલીના તેના કામના સિલસિલામાં લખનૌ ગઈ હતી. અલિનાના ઇન્સ્ટાગ્રામમાં 35 હજારથી વધુ ફોલોઅર છે. જયારે ટિક્ટોકમાં ફોલોઅરની સંખ્યા પાંચ લાખ છે. આ સાથે જ ઘણા લોકો અલીના અને કૈટરીનાના ફોટો કોલાઝ બનાવીને શેર કરતા રહે છે.

અલીનાની ફોટો જોઈને ફેન્સ કમેન્ટ કરે છે કે તે કૈટરીનાની જ કોપી છે. તેના કારણે જ તે ટિક્ટોક કવિન બની ગઈ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks