આપણે બધાએ એક વાત તો સાંભળી જ હશે કે આપણા જેવા જ દેખાવનારા 7 લોકો આ દુનિયાની અંદર રહે છે. આપણા હમશકલ તો ક્યાં ખૂણે ફરતા હશે એ તો કોણ જાણે, પરંતુ સેલેબ્રિટીઓના હમશકલ જલ્દી જ કેમેરાની નજરમાં ઝડપાઇ જતા હોય છે, તમે પણ ઘણા સેલેબ્રિટીઓના હમશકલને જોયા જ જશે.
ત્યારે હવે થોડા જ સમયમાં વિક્કી કૌશલની દુલ્હન બનવા વાળી કેટરીના કૈફની એક હમશકલની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે, જેને જોઈને લોકો પણ અસંમજસમાં મુકાઈ રહ્યા છે કે અસલી કોણ છે અને નકલી કોણ છે, લોકોનું તો છોડો જો કેટરીના અને તેની આ હમશકલ સાથે ઉભા હોય તો એકવાર વિક્કી કૌશલ પણ ગોથે ચઢી જાય તેતળો તેનો ચેહરો કેટરીના સાથે મળતો આવે છે.
કેટરીનાની હમશકલ દેખાઈ રહેલી આ છોકરીનું નામ છે અલીના રાય. જેને હાલ સોશિયલ મીડિયા ઉપર ધમાલ મચાવી દીધી છે. ચાહકો પણ એલીનાના દેખાવ અને તેના ગ્લેમરસ અંદાજને ખુબ જ પસંદ કરી રહ્યા છે. જેના કારણે તે થોડા જ સમયમાં લોકોની ફેવરિટ પણ બની ગઈ છે.
અલીના રાય સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેને લોકપ્રિયતા તેના વીડિયોના કારણે જ મળી છે, જેમાં તે બિલકુલ અભિનેત્રી કેટરિના કૈફ જેવી લાગે છે. તે તેની તસવીરો અને વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
થોડા સમય પહેલા જ એલિનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો લેટેસ્ટ ફોટો શેર કર્યો હતો, જેમાં તે બ્લેક સ્ટ્રેપી ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. તેનો કિલર એટીટ્યુડ ફેન્સને આ આઉટફિટમાં ખૂબ જ પસંદ આવી રહ્યો હતો.
આટલું જ નહીં, અલીનાનો લેટેસ્ટ વીડિયો પણ ફોટો-શેરિંગ વેબસાઈટ પર શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શને ચાહકોને આકર્ષ્યા છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘હું ફેમસ છું.’ આ વીડિયોને અત્યાર સુધીમાં હજારોથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયોમાં તે કેટલાક ડાયલોગ્સ બોલતી પણ જોવા મળી રહી છે.
અલીનાના ઇન્સ્ટાગ્રામ ઉપર 225k એટલે કે 2 લાખ 25 હજાર કરતા પણ વધારે ફોલોઅર્સ છે. તો તે ફક્ત 70 લોકોને જ ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરે છે. આ વાત તેની લોકપ્રિયતા દર્શાવી રહી છે. અલીનાએ તેના બાયોમા પોતાને અભિનેત્રી જણાવી છે અને તેનું એકાઉન્ટ પણ વેરિફાયડ છે.
અલીના રાયે પણ પોતાના લુકના કારણે ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો છે. તેણે તેની ફિલ્મના શૂટિંગ સેટ પરથી પડદા પાછળની એક વીડિયો ક્લિપ શેર કરી હતી. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘લખનૌ જંકશન.’
અલીનાની ફિલ્મ ગયા વર્ષે જ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસના કારણે અભિનેત્રીની ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ નથી. વર્ષ 2020માં અલિનાએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે, તે તેની ફિલ્મમાં પત્રકારની ભૂમિકા નિભાવતી જોવા મળશે.
વર્ષ 2019માં લોકપ્રિય રેપર અને ગાયક બાદશાહનું એક મ્યુઝિક આલ્બમ રિલીઝ થયું, જેનું નામ ‘કમાલ’ હતું. આ વીડિયોમાં અલીના બાદશાહ સાથે જોવા મળી હતી. આ ગીત ચાહકોને ખૂબ પસંદ આવ્યું હતું.