બોલિવૂડનું સુંદર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલ લગ્ન બાદથી જ ચર્ચામાં છે. જો કે બંને કલાકારો પોતપોતાના ફિલ્મ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે પરંતુ ચાહકો બંનેની એક ઝલક જોવા માટે ઉત્સુક છે. આ દરમિયાન કપલ સાથે જોડાયેલા એક ખબર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે.
લગ્ન બાદથી કપલ પોતાની રોમેન્ટિક તસવીરો શેર કરીને ચાહકોનું દિલ જીતી રહ્યું છે. આ દિવસોમાં લવબર્ડ્સ ન્યૂયોર્કમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટરીનાની પ્રેગ્નન્સીની ખબર ચાલી રહી છે. સમાચાર છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે એક નાનો મહેમાન આવવાનો છે. હવે તેની ટીમે આ અંગે મૌન તોડ્યું છે.
કેટરીના થોડા દિવસો પહેલા મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ ઢીલા સલવાર-કુર્તા પહેરેલી જોવા મળી હતી. આ લુકમાં તેનું પેટ બહાર નીકળતું જોવા મળ્યું હતું. કેટરીનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દાવો કરવામાં આવ્યો હતો કે કેટરિના પ્રેગ્નેન્ટ છે. આ દિવસોમાં કેટરિના કૈફની પ્રેગ્નન્સીના સમાચારો જોરશોરમાં છે. જો કે હવે આ સમાચારનું સત્ય બહાર આવી ગયું છે.
કેટરીનાની ટીમ તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર કેટરીના કૈફની ટીમે આ તમામ દાવાઓને ખોટા ગણાવ્યા છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટરીના ગર્ભવતી નથી અને મીડિયામાં આવી રહેલા સમાચાર તદ્દન ખોટા છે. કેટરિના કૈફ તેની ન્યૂયોર્ક ટ્રિપ પર પ્રિયંકા ચોપરાની રેસ્ટોરન્ટ સોનામાં પહોંચી હતી.
આ દરમિયાન તેણે ત્યાં વિકી કૌશલ સાથે જમવાની મજા માણી હતી. અભિનેત્રીએ તસવીર શેર કરીને દેશી ગર્લના વખાણ કર્યા જે બાદ પ્રિયંકાએ તે પોસ્ટ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. જણાવી દઈએ કે બંને અભિનેત્રીઓ ફિલ્મ ‘જી લે ઝરા’માં સાથે કામ કરી રહી છે.
View this post on Instagram
વિકી કૌશલની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો અભિનેતા સારા અલી ખાન સાથે એક ફિલ્મ કરી રહ્યો છે. આ સિવાય તેની પાસે ‘ગોવિંદા નામ મેરા’ અને ‘રૌલા’ જેવી ફિલ્મો છે. તેમજ કેટરિના કૈફ ‘મેરી ક્રિસમસ’, ‘ટાઈગર 3’ અને ‘ફોન ભૂત’માં જોવા મળશે.