બોલીવુડના નવા રૂપ રૂપના અંબાર ભાભીએ માલદીવની દેખાડી તસવીરો, ચેક ડીપનેક ડ્રેસ અને નો મેકઅપ લુકમાં લાગી ઘણી જ ખૂબસુરત

એમાં કોઈ શંકા નથી કે અભિનેત્રી કેટરિના કૈફ બોલિવૂડની સૌથી સુંદર હસીનાઓમાંની એક છે તો બીજી તરફ કૌશલ પરિવારની વહુ બની ત્યારથી કેટરિના એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ કેટરીના પતિ વિક્કી કૌશલ અને મિત્રો તેમજ પરિવાર સાથે માલદીવમાં વેકેશન મનાવીને પરત ફરી છે. આ સમય દરમિયાન તેણે તેના એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી હતી.કેટરીના છેલ્લા દિવસે જ મુંબઈ પરત આવી છે પરંતુ લાગે છે કે તેણે માલદીવ વેકેશનને મિસ કરવાનું શરૂ કરી દીધું છે.

આ જ કારણ છે કે તેણે માલદીવમાં વિતાવેલી પળોની તસવીરો શેર કરી છે. કેટરિનાએ ઇન્સ્ટા પર પોતાની બે તસવીરો પોસ્ટ કરી છે. તસવીરોમાં કેટરિનાને ચેક ડ્રેસ પહેરેલી જોઇ શકાય છે. આ તસવીરોમાં કેટરિનાની સ્માઇલની ચમક જ કંઇક અલગ લાગી રહી છે. ખૂબ તેની મુસ્કાન એ વાતનો પુરાવો છે કે તેણે માલદીવમાં સારો સમય પસાર કર્યો છે. કેટ મેકઅપ વગર પણ સુંદર દેખાય છે. આ તસવીરો સાથે કેટરિનાએ લખ્યું- આવો શાનદાર સમય…

કેટરિનાની આ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.કેટરિના કૈફે 16 જુલાઈ 2022ના રોજ તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો હતો. વિક્કી કૌશલ સાથે લગ્ન પછી આ તેનો પહેલો જન્મદિવસ છે. આવી સ્થિતિમાં, ફેન્સ પણ એ જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા કે તેના પતિ વિક્કીએ કેટરીનાના જન્મદિવસ માટે શું તૈયારી કરી હતી. જો કે, કેટરીનાના લગ્ન પછીના પહેલા જન્મદિવસ પર તે પતિ વિક્કી અને મિત્રો તેમજ પરિવાર સાથે માલદીવમાં હતી. લગભગ તે એક સપ્તાહ સુધી ત્યાં વેકેશન મનાવી રહી હતી.

ઈન્ડસ્ટ્રીનું હોટ કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલે પોતાની સિઝલિંગ કેમેસ્ટ્રીથી ચાહકોનું દિલ જીતી લીધુ હતુ. હાલમાં તેઓ માલદીવથી પરત આવી ગયા છે. પેપરાજી દ્વારા બંનેને એરપોર્ટ પર એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા.આ દરમિયાન વિક્કી કૌશલ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો, જ્યારે મિસિસ કૌશલનો ફંકી અંદાજ જોવા મળ્યો હતો. એરપોર્ટ પર કપલ એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યું હતું. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો.

જો કે, કેટરિના કૈફ પ્રેગ્નન્ટ હોવાની અફવાઓનું બજાર ભૂતકાળમાં ગરમાયું હતું. જો કે આ સમાચાર માત્ર અફવા સાબિત થઇ છે, કારણ કે વિક્કી અને કેટરીના બંનેમાંથી કોઇએ પણ પ્રેગ્નેંસીની જાહેરાત કરી નથી.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરિના ‘ફોન ભૂત’માં સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે જોવા મળશે. આ ફિલ્મ 4 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ સિવાય તે ‘ટાઈગર 3’માં સલમાન ખાન સાથે જોવા મળશે.આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ મુખ્ય ભૂમિકામાં હશે. ફરહાન અખ્તરના નિર્દેશનમાં બનેલી ‘જી લે ઝરા’માં કેટરિના આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે પણ કામ કરતી જોવા મળશે.

Shah Jina