મનોરંજન

ઈશા અંબાણીની પાર્ટીમાં કૈટરીનાનો જોવા મળ્યો અનોખો અંદાજ, તસ્વીર થઇ રહી છે ધડાધડ વાયરલ

દેશભરમાં 10 માર્ચ હોળીની ઉજવણી કરવામાં આવશે. આ પહેલા જ દેશના અલગ-અલગ હિસ્સામાં હોળીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ હોળીનો તહેવાર મનાવવામાં આવે છે.

Image Source

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ હોળી પહેલા એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.

Image Source

આ શાનદાર પાર્ટીમાં બૉલીવુડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને તેના પતિ મશહૂર પોપ સિંગર નિક જોનાસ જોવા મળ્યા હતા.

Image Source

આ સિવાય એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે, કેટરીના કૈફ અને એક્ટ્રેસ વિક્કી કૌશલ પણ પહોંચ્યા હતા. કેટરીના કૈફે જેવી પાર્ટીમાં એન્ટ્રી કરી લોકોની નજર ત્યાં જ અટકી ગઈ હતી.

Image Source

કેટરીનાએ કારમાંથી ઉતરતા જ સુંદર સ્માઈલ આપી હતી, બાદમાં પાર્ટીમાં હાજરી આપવા માટે આગળ વધી હતી. કેટરીના વ્હાઈટ આઉટફીટમાં ક્લિક થઈ હતી.

Image Source

આ આઉટફીટમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી હતી. કેટરીના કૈફ પણ અલગ જ અંદાજમાં પહોંચી હતી. ભારતીય પરિધાન કાનમાં ઝુમકા અને માથા પર બિંદીમાં નજરે આવી હતી.

Image Source

ઈશા અંબાણીની પાર્ટીમાં રાજકુમાર રાવ, સોનાલી બેન્દ્રે, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, વિક્કી કૌશલ સહિતના સેલેબ્સ ઉમટી પડયા હતા.

Image Source

જણાવી દઈએ કે, ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ આનંદ પિરામલ સાથે થયા હતા. આનંદ પિરામલ, પિરામલ ગ્રુપના ચેરમેન અજય પિરામલનો દીકરો છે.આ બન્નેના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતાં.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.