કેટરીના અને વિક્કીને ધમકી આપનારા આરોપી વિશે તેના વકીલે કર્યો મોટો ખુલાસો, છેલ્લા 3 વર્ષથી કેટરીના અને તેના પરિવારના સંપર્કમાં હતો આરોપી, જાણો સમગ્ર મામલો

વિક્કી કૌશલ અને કેટરિના કૈફને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ મનવિંદર સિંહ તરીકે થઈ છે. મનવિંદર એક સ્ટ્રગલિંગ અભિનેતા છે અને કેટરિના કૈફનો મોટો ચાહક છે. હવે આરોપીના વકીલ સંદીપ શેરખાને દાવો કર્યો છે કે મનવિંદર છેલ્લા ત્રણ વર્ષથી કેટરીના કૈફને સારી રીતે ઓળખે છે. આ સિવાય વકીલે કહ્યું છે કે મનવિંદર પર લાગેલા તમામ આરોપો ખોટા છે.

આરોપી મનવિંદર સિંહના વકીલ સંદીપ શેરખાનેએ દાવો કર્યો હતો કે તેમના ક્લાયન્ટે ક્યારેય કેટરીનાને ફોલો નથી કરી અને ન તો વિક્કીને મારી નાખવાની ધમકી આપી હતી. આ તમામ આક્ષેપો ખોટા છે. વકીલે કહ્યું, ‘કેટરિના કૈફ અને તેનો પરિવાર મારા અસીલને ત્રણ વર્ષથી સારી રીતે ઓળખે છે. મનવિંદર 2019થી કેટરિના કૈફ અને તેના પરિવારના સંપર્કમાં હતો. બંને વચ્ચે ફોન અને સોશિયલ મીડિયા દ્વારા વાતચીત પણ થઈ હતી. તે ઇશાબેલ કૈફના પણ સતત સંપર્કમાં હતો.

વકીલ સંદીપ શેરખાનના જણાવ્યા અનુસાર, ‘કેટરિના કૈફ અને વિક્કી કૌશલે ઈન્સ્ટાગ્રામ પરથી ઘણી કોમેન્ટ ડિલીટ કરી દીધી છે. તેમણે માત્ર મારા અસીલને ફસાવવા માટે આવું કર્યું છે. મારો ક્લાયંટ એક સંઘર્ષશીલ અભિનેતા છે. એક જ ઈન્ડસ્ટ્રીમાં હોવાથી તેઓ એકબીજાને ઓળખે છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે કોર્ટમાં દલીલ કરી છે કે તેણે આરોપીનું ઈન્સ્ટાગ્રામ આઈડી ચેક કરવું પડશે. ધમકીની તપાસ કરવા. જેના કારણે કોર્ટે બે દિવસની કસ્ટડી આપી છે.

વિક્કી કૌશલની ફરિયાદ પર સાંતાક્રુઝ પોલીસે આઈપીસીની કલમ 506 (2) અને 354 (ડી) હેઠળ કેસ નોંધ્યો છે. ફરિયાદમાં અભિનેતાએ કહ્યું હતું કે કોઈ અજાણ્યો વ્યક્તિ તેની પત્નીનો પીછો કરી રહ્યો છે. તેને ધમકીઓ પણ આપી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ ફોન ભૂત, મેરી ક્રિસમસ અને ટાઇગર 3 ફિલ્મોમાં જોવા મળશે.

Niraj Patel