ભારતીય ફિલ્મ એક્ટ્રેસ કેટરીના કૈફને આ ઈન્ડસ્ટ્રીઝમાં 16વર્ષ જેટલો સમયગાળો થઇ ગયો છે. આ સમય દરમિયાન કેટરીનાએ ઘણી સફળતાઓ દેખી છે. તો અસફળતાઓ પણ પચાવી પાડી છે.હિન્દી સિનેમામાં ટકી રહેવા માટે સ્ટીલની નસોની જરૂર પડે છે.કેટરીનાએએ પણ જણાવ્યું છે કે,આ ઈન્ડસ્ટ્રીઝમાં ટકી રહેવું આસાન નથી.કેટરીના એવું માને છે કે,સફળતા તેના માથા પર ના ચઢવા દે અને અસફળતાના દિલમાં ના લગાવે.
કેટરીનાએ તેના 16 વર્ષના સફરને ખુબસુરત બતાવ્યું છે. તેને કહ્યું હતું કે,આ શાનદાર સફર રહી છે. પરંતુ ઘણી અસફળતા વચ્ચે પણ દર્શકોનો પ્રેમ યથાવત રહ્યો છે. હોંગકોંગમાં જન્મેલી બ્રિટિશ બ્યુટી કેટરીનાએ તેનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે હાલમાં મેક્સિકોમાં વેકેશન માણી રહી છે. આ વચ્ચે તેને મેક્સિકોના ટુલમના દરિયા કિનારેથી વેકેશનની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. કેટરીનાના ફોટો વાયરલ થવામાં વાર નથી લગતા. ગણતરીની મિનિટોમાં જ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દે છે. હાલમાં જ કેટરીનાએ બ્લુ બિકિનમાં ફોટો શેર કર્યો હતો. આ ફોટોને 15 લાખથી વધુ લાઈક મળી ચુકી છે.
કેટરીના વેકેશન પહેલા ઘણા મહિનાઓ સુધી તેની ફિલ્મોને લઈને વ્યસ્ત રહી હતી.આ ફિલ્મોમાં આમરી ખાનની ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન, શાહરુખ ખાન સાથે ‘ઝીરો’ સલમાન ખાન સાથે ‘ભારત’ જેવી ફિલ્મોમાં વ્યસ્ત હતી. કેટરીનાની ‘ ઝીરો’ અને ‘ભારત’એ દર્શકોના દિલ જીતી લીધા હતા. રિપોર્ટ અનુસાર, કેટરીનાની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ આવશે. જેમાં તે અક્ષય કુમાર સાથે નજરે આવશે. આ ફિલ્મ પરથી લાગે છે કે સિનિયર અભિનેતાની કૈટરીના પહેલી પસંદ બની ગઈ છે.
કેટરીનાએ 2003માં ‘બુમ’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. દર્શકો પર કેટરીનાનો જાદુ ચાલ્યો ના હતો. પરંતુ ત્યારબાદ કેટરીનાએ લગાતાર સુપરહિટ ફિલ્મો આપીને દર્શકોના દિલ જીતી લીધા હતા. જેમાં મૈને પ્યાર કયો કિયા, નમસ્તે લંડન, સિંઘ ઇઝ કિંગ,ન્યુયોર્ક,મેરે બ્રધર કી દુલહન,જિંદગી ના મિલેગી દોબારા, એક થા ટાઇગર, જબ તક હૈ જાન, ટાઇગર જિંદા હૈ, જીરો અને હાલમાં જ રિલીઝ થયેલી ભારતએ કેટરીનાને ટોપની સ્ટાર બનાવી દીધી હતી. કેટરીનાએ ખુદને બોલીવુડના સ્થાપિત કરીને ભારતમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીમાં સ્થાન પાણી ગઈ છે.
ટોપની અભિનેત્રીની સાથે જ કેટરીનાનું નામ બોલીવુડની ટોપ ડાન્સરમાં પણ થાય છે. જેમાંચિકની ચમેલી( અગ્નિપથ), શીલા કી જવાની(તીસ માર ખાન), કમલી (ધૂમ 3)માં ડાન્સ કરીને સૌને ચોંકાવી દીધા હતા.
કેટરીના હવે એક નવા ક્ષેત્રમાં હાથ અજમાવા માંગે છે. કેટરીના હવે ફિલ્મ પ્રોડક્શન ક્ષેત્રમાં ધૂમ મચાવા માંગે છે. કેટરીનાએ આ બાબતે કહ્યું હતું કે,હું એક એવી ફિલ્મ બનાવીશ કે જે હું દર્શક તરીકે જોઈ શકું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks