કેટરીના કૈફે વતનમાં જઈને પતિ સાથે એન્જોય કર્યુ તેનું ફેવરેટ ફૂડ, શેર કરી ગજબની તસવીરો

બોલીવુડના નવા ભાભી કેટરીના પોતાના વતનમાં ગયા, શેર કરી ખુબસુરત તસવીરો

જ્યારથી કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન થયા છે ત્યારથી ચાહકો તેમની સોશિયલ મીડિયા પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે. થોડા સમય પહેલા જ કેટરિનાએ પતિ વિક્કી એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરમાં બંને પુલમાં ચિલ કરતા અને રોમેન્ટિક થતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કેટરીનાએ વ્હાઇટ મોનોકિની પહેરી હતી ને વિક્કી શર્ટ પહેર્યા વગર જોવા મળ્યો હતો.કેટરિના કૈફ આ દિવસોમાં કામની સાથે સાથે પોતાના લગ્નજીવનનો પણ આનંદ માણી રહી છે.

તે પતિ વિક્કી કૌશલ સાથેની શ્રેષ્ઠ પળોની ઝલક પણ ચાહકોને બતાવતી રહે છે. તેણે તાજેતરમાં વિક્કી સાથેની એક સિઝલિંગ તસવીરો શેર કરી હતી. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેણે વિક્કી સાથે તેની મનપસંદ જગ્યાની તસવીરો શેર કરી છે. આ તસવીરમાં કેટરિના કૈફ રેસ્ટોરન્ટમાં બેઠેલી જોઈ શકાય છે. તેણે ગ્રીન આઉટફિટ પહેર્યું છે.આ તસવીરમાં તેનો પતિ વિક્કી કૌશલ પણ કેટરિના કૈફની ફેવરિટ જગ્યાએ તેની સાથે છે. બંને હસતાં હસતાં પોઝ આપી રહ્યાં છે. કેટરીના કૈફે ચાહકોને રેસ્ટોરન્ટમાંથી ફૂડની ઝલક પણ બતાવી છે.

આ તસવીરમાં જોઈ શકાય છે કે પ્લેટમાં સ્ટ્રોબેરી અને જેલી સાથે કેટલીક વસ્તુઓ પણ રાખવામાં આવી છે. આ તસવીરો શેર કરતા કેટરિના કૈફે લખ્યું કે, દરેક વસ્તુનું ઘર, મારી ઓલ ટાઈમ ફેવરિટ જગ્યા. આ સાથે તેણે પોતાના કેપ્શનમાં ઘણા ઈમોજી પણ સામેલ કર્યા છે. કેટરિના કૈફ ખાવા-પીવાની શોખીન છે. કેટરિનાની આ ફેવરિટ રેસ્ટોરન્ટ ‘બેબીઝ’ ન્યૂયોર્કની સૌથી લોકપ્રિય રેસ્ટોરન્ટ છે. આ ઉપરાંત વિક્કી કૌશલે પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર

કેટરિના કૈફ સાથે રસ્તા પર ચાલતી વખતે એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તેણે કેપ્શનમાં લખ્યું છે ‘સુગર ક્રશ.’ આ ફોટોમાં બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. કેટરિના પતિ વિક્કી કૌશલ સાથે તેની સફરનો ભરપૂર આનંદ માણતી જોવા મળે છે. આ ફોટોમાં કેટરીનાએ તેની ફેવરિટ ડિશનો ફોટો પણ શેર કર્યો છે. લગ્ન બાદથી કેટરિના અને વિક્કી બંને દરેક પ્રસંગની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે.

બંને એકબીજા સાથે સારો એવો સમય વિતાવી રહ્યા છે, સાથે જ આ સુંદર પળોના ફોટા ચાહકો સાથે શેર કરી રહ્યા છે. આ પહેલા કેટરીના કૈફે મધર્સ ડેના અવસર પર તેની માતા અને સાસુ સાથે એક તસવીર શેર કરી હતી. તેની માતાની જેમ કેટરીના કૈફ પણ વિક્કી કૌશલની માતા એટલે કે સાસુને ખૂબ પ્રેમ કરે છે. આ તસવીરમાં બંને વચ્ચેનું બેસ્ટ બોન્ડિંગ જોઈ શકાય છે. વિક્કી કૌશલે પણ તેની માતા અને સાસુ સાથેની કેટલીક અનસીન તસવીરો શેર કરી હતી.

Shah Jina