કેટરીના કૈફે બતાવી તેના ઘરની ઝલક, ઘરની ખાસ જગ્યા ચાહકો સાથે કરી શેર- બાલ્કનીમાં મમ્મી સાથે આપ્યો પોઝ

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં વિક્કી કૌશલ સાથે સાત ફેરા લીધા હતા. આ કપલ લગ્નથી લઈને અત્યાર સુધી સમાચારોમાં છે. માલદીવમાં હનીમૂન હોય કે કેટરિનાનું પહેલી રસોઇ, કામ પર પાછા ફરવું હોય કે નવા ઘરમાં શિફ્ટ થવું હોય કે પછી પહેલું ક્રિસમસ હોય કે નવું વર્ષ, તેની સાથે જોડાયેલા દરેક સમાચાર ચર્ચામાં રહે છે. કેટરીના તેના લગ્નને લઈને ઘણી ચર્ચાઓમાં રહી હતી અને ત્યાર બાદથી તે અને તેનો પતિ તેમજ અભિનેતા વિક્કી અત્યાર સુધી ચર્ચામાં છે. હાલમાં કેટરીનાએ તેના નવા ઘરની કેટલીક તસવીરો શેર કરી છે.

તસવીરોમાં તે તેના મંગળસૂત્રને ફ્લોન્ટ કરી રહી હતી. મોડી સાંજે કેટરીનાએ તેના ઘરની કેટલીક વધુ તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં, મિસિસ કૌશલ તેની માતા સુઝેન ટર્કોટ સાથે જુહુમાં તેમના નવા ઘરની સામે જોવા મળતા સમુદ્રની સુંદરતાનો આનંદ લેતા જોવા મળી હતી. કેટરિનાએ આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. પ્રથમ તસવીરમાં તેના ઘરની સામે દરિયો જોવા મળી રહ્યો છે. તસવીર શેર કરતી વખતે તેણે કેપ્શન પણ લખ્યું છે – Dusk.

બીજી તસવીરમાં, કેટરીનાએ જણાવ્યું છે કે તેના ઘરનો સૌથી ખાસ ખૂણો કયો છે. તેણે જે તસવીર શેર કરી છે તે બાલ્કનીની છે, જ્યાં ખુરશીઓ રાખવામાં આવી છે અને આસપાસ ઘણા વૃક્ષો અને છોડ છે. તેણે કેપ્શનમાં લખ્યું- ‘માય કોઝી કોર્નર.’ ત્રીજી તસવીરની વાત કરીએ તો આ કોઝી કોર્નર પર તેની મિત્ર અને ફિટનેસ કોચ બેઠેલી જોવા મળે છે.

છેલ્લી તસવીરમાં કેટરીના તેની માતા સાથે બાલ્કનીમાં ઊભી છે અને સમુદ્રની સુંદરતાનો આનંદ માણી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું- ‘મી એન્ડ મમ્મી…’ અગાઉ કેટરીનાએ તેની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તેના ‘હોમ સ્વીટ હોમ’ની ઝલક પણ જોવા મળે છે. કેટરિના સ્વેટર અને શોર્ટ્સમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. તસવીરમાં તે પોતાનું મંગળસૂત્ર ફ્લોન્ટ કરી રહી હતી.

કેટરીના કૈફ આ દિવસોમાં મુંબઈમાં પરિવાર સાથે સમય વિતાવી રહી છે. વિક્કી કૌશલ લગ્નના થોડા દિવસો પછી તેના વર્કિંગ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થઈ ગયો છે. હાલમાં તે તેની આગામી ફિલ્મના શૂટિંગ માટે ઈન્દોરમાં છે જેમાં તેની સાથે સારા અલી ખાન જોવા મળશે. કેટરીના મુંબઈમાં વિક્કી અને પરિવાર સાથે સમય વિતાવી રહી છે અને ચાહકો સાથે રસપ્રદ ફોટા શેર કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

Shah Jina