બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને અભિનેતા વિકી કૌશલના લગ્નની તૈયારીઓ ધૂમધામથી ચાલી રહી છે. આ લગ્ન ખુબ જ ગોપનીય રાખવામાં આવ્યા છે, પરંતુ પેપરાજીની નજરથી તેમની હરકતો ક્યાં છુપી રહેવાની છે ? કેટ અને વિકીના લગ્ન રાજસ્થાનમાં થવાના છે. આ લગ્નની કોઈ તસવીર પણ લીક ના થાય તેની પણ કેટ અને વિકીએ ખાસ તૈયારીઓ કરી લીધી છે.
સોમવારની સાંજે કેટ અને વિક્કી મુંબઈના પ્રાઇવેટ એરપોર્ટથી લગ્ન માટે રાજસ્થાન જવા માટે રવાના થયા હતા. સોમવારની સવારે જ કેટરીનાના ભાઈ બહેનને એરપોર્ટથી જયપુર પહોંચતા પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત કેટરીનાના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ચમક જોવા મળી રહી હતી, જેવી ચમક લગ્ન કરનાર દુલ્હનના ચહેરા ઉપર જોવા મળે છે.
એરપોર્ટ ઉપર વિક્કી કૌશલ ઉતાવળમાં જોવા મળી રહ્યો હતો. વિક્કી અને કેટરીનાએ ભલે તેમના લગ્નની જાહેરાત ના કરી હોય પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના લગ્નની લઘભ દરેક અપડેટ ડીઝીટલ મીડિયા દ્વારા સામે આવતી રહે છે, મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમના લગ્નમાં આવનારા સંબંધીઓ માટે 45 હોટલ પણ બુક કરાવવામાં આવી છે. આ લગ્નમાં મોબાઈલ ફોન લઇ જવા ઉપર પણ બેન રાખવામાં આવ્યું છે. જે બધું જ મીડિયાની સામે આવ્યું છે.
કેટરીના તેની માતા સાથે રવાના થઇ હતી. આ દરમિયાન તેને પીળા રંગનો શરારા ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. ખબર તો એમ પણ આવી રહી છે કે વિકી અને કેટરીના પ્રિયંકા અને નિકની જેમ બે રીતિ રિવાજો સાથે લગ્ન કરવાના છે, એક લગ્ન હિન્દૂ રીતિ રિવાજ સાથે ભારતીય અંદાજમાં તો બીજા લગ્ન વાઈટ વેડિંગ હશે.
View this post on Instagram
વિકી કૌશલ અને કેટરીના કૈફ 6 ડિસેમ્બરે તેમના પરિવાર સાથે રાજસ્થાન જશે અને 7 ડિસેમ્બરે સિક્સ સેન્સ ફોર્ટ ખાતે લગ્ન પહેલાની વિધિ શરૂ થશે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમના લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જ હાજરી આપશે. લગ્નના થોડા દિવસો બાદ આ કપલ તેમના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે એક ગ્રાન્ડ ઈવેન્ટનું આયોજન કરશે.
View this post on Instagram