કેટરિના કૈફ અને વિક્કી કૌશલ ક્યારેય હેડલાઈન્સમાં આવવાનું ચુકતા નથી. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમના લગ્ન થયા ત્યારથી ચાહકો ઘણીવાર આ કપલ અને તેમની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળતી હોય છે. આ દરમ્યાન મોડી રાત્રે કેટરીના અને વિક્કી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળ્યા હતા. બંને ફરહાન અખ્તરના ઘરની બહાર સાથે જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે આ સ્ટાર કપલને લઈને ચાહકોને જબરદસ્ત ક્રેઝ છે. હાલમાં જ મિસ્ટર અને મિસિસ કૌશલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમ્યાન કપલ એકદમ ફેશનેબલ લાગતું હતું. તેની આ સ્ટાઈલ ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.
બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. કેટરિનાના લુકની વાત કરીએ તો તેણે ફ્લોરલ પ્રિન્ટનો મિની ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણે સિમ્પલ હેરસ્ટાઈલ અને મિનિમલ મેકઅપ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. હંમેશાની જેમ વિક્કી અને કેટરીના ફરી એકવાર હાથ પકડીને જોવા મળ્યા.તેમની લગ્ન બાદ આ કપલ ઘણીવાર સ્પોટ થતા હોય છે. તેમની સિઝલિંગ કેમિસ્ટ્રી સાથે કપલ પોતાનો ગોલ નક્કી કરતા નજર આવી રહ્યા છે.
કેટરિના કૈફ અને વિક્કી કૌશલ તેમની ગાડીમાંથી નીચે ઉતર્યા, જ્યાં પેપરાજી કેમેરા સાથે પહેલેથી જ તૈયાર હતા. કપલે કેમેરાની સામે પોઝ પણ આપ્યા હતા અને પછી ઘરની અંદર જતા રહ્યા હતા. નિર્માતા-નિર્દેશક ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.
વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વિક્કી કૌશલ અને કેટરીના કૈફની તસવીરો પોસ્ટ કરી છે. હાલમાં જ એવા અહેવાલ પણ આવ્યા હતા કે ફરહાન અખ્તરે કેટરિનાના પતિ અને અભિનેતા વિક્કી કૌશલનો એક ખાસ રોલ માટે સંપર્ક કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે મેકર્સ કેટરીનાની સામે વિક્કી કૌશલને કાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ અંગે હજુ સુધી મેકર્સ કે અભિનેતા દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જો આવું થાય તો વિક્કી કૌશલ અને કેટરીનાના ચાહકો માટે આ કોઈ ટ્રીટથી ઓછું નહીં હોય.
View this post on Instagram