વિક્કી કૌશલની બાહોમાં રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી કેટરીના કૈફ, કિસ કરતા તસવીર થઇ વાયરલ

ન્યુલીવેડ કપલ કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન બાદ તેમના લગ્નની તસવીરોએ ધૂમ મચાવી છે. દરરોજ આ કપલના લગ્નની ઘણી તસવીરો સામે આવી રહી છે જેણે ચાહકોને દિવાના બનાવી દીધા છે. તેની આ તસવીરો એટલી સુંદર છે કે તેના પરથી નજર હટાવવી ખૂબ જ મુશ્કેલ છે. હવે આ કપલે વેડિંગ ફંક્શનની નવી તસવીરો શેર કરી છે. રાજસ્થાનનો સદીઓ જૂના સિક્સ સેન્સ ફોર્ટ, બરવાડા વિક્કી કૌશલ અને કેટરિના કૈફની રોમેન્ટિક પળોનો સાક્ષી બન્યો હતો. આ કપલે હાલમાં જ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રોમેન્ટિક ફોટો શેર કર્યા છે.

હેરિટેજ સિક્સ સેન્સ ફોર્ટની ટેરેસ પર કપલનો રોમાન્સ જોઈને ચાહકોની આંખો પહોળી થઇ ગઇ છે. કેટરિના અને વિક્કીની પ્રેમથી ભરેલી આ સુંદર તસવીરો તમને તમારા પ્રિયજનોની પણ યાદ અપાવશે. આ તસવીરોમાં રોયલ કપલ પ્રેમાળ જોવા મળી રહ્યું છે. કેટરિના કૈફ પેસ્ટલ ટ્યૂલ સાડીમાં સુંદર લાગી રહી હતી. વિક્કી-કેટરિના એકસાથે આકર્ષક લાગી રહ્યા છે. એકબીજાના પ્રેમમાં ડૂબેલા વિક્કી-કેટરિનાની આ તસવીરો વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં કેટરીના કૈફ તેના પલ્લુને હાથમાં લઈને પોઝ આપી રહી છે અને વિક્કી કૌશલ તેની પ્રશંસા કરી રહ્યો છે.

કપલની આ તસવીર તેમના અપાર પ્રેમ અને સુંદર સંબંધની વાત કરે છે. કેટરિનાએ એક ડાયમંડ ચોકર સાથે સાડી પહેરી છે. એક તસવીરમાં વિક્કી અને કેટરિના સીડીઓમાં રોમેન્ટિક થતા જોવા મળી રહ્યા છે. વિક્કી કૌશલ કેટરિનાને કપાળ પર કિસ કરતો જોવા મળ્યો હતો. ગુલાબની પાંખડીઓ આસપાસ પથરાયેલી છે. કપલની આ તસવીરો પર ફેન્સ અને સેલેબ્સની પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

કેટરિના કૈફની આ સુંદર સાડી બીજા કોઈએ નહીં પણ સબ્યસાચીએ ડિઝાઈન કરી છે. કેટરીના માટે વિન્ટેજ ઇન્સ્પાયર કોચર સાડી સબ્યસાચીએ ડિઝાઇન કરી. કેટરીનાની આ સાડીમાં સૌથી ખાસ વાત છે પાછળનો પલ્લૂ. તે સિલુએટેડ જેવું વેડિંગ ગાઉન છે. સાડીમાં હેન્ડકટ ઈંગ્લિશ ફ્લાવર, જેમ્સ અને ક્રાઈસ્ટ એમ્બ્રોઈડરી છે. આ સાડી 40 કલાકારોએ 1800 કલાકમાં તૈયાર કરી છે. વિક્કીએ સિલ્ક એમ્બ્રોઇડરીવાળી શેરવાની સાથે મેચિંગ ચૂડીદાર પહેર્યો હતો.

સબ્યસાચીએ વિક્કીનો આઉટફિટ પણ ડિઝાઇન કર્યો હતો. કેટરિના અને વિક્કીની તસવીરોએ ફેન્સને મોટી ટ્રીટ આપી છે. આ તસવીરો જોયા પછી પણ ચાહકોનું દિલ ભરાઈ નથી રહ્યું. તેઓ આ કપલના લગ્નની વધુ તસવીરો જોવાની માંગ કરી રહ્યા છે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન 9 ડિસેમ્બરે થયા હતા. આ પછી આ કપલના વેડિંગ ફંક્શનની તસવીરો દરરોજ સામે આવી રહી છે.

કેટ તથા વિકીએ પ્રી વેડિંગ ફંક્શનની તસવીરો શેર કરતા સુંદર કેપ્શન પણ લખયુ હતુ. પ્રેમ, સન્માન તથા આદર કરો. આ તસવીરો કપલની સગાઈની તસવીરો જણાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કપલે તેમના લગ્નની, હલ્દીની અને મહેંદી સેરેમનીની તસવીરો પણ શેર કરી હતી. જેને ચાહકોની સાથે સાથે સેલેબ્સે ઘણો પ્રેમ આપ્યો હતો.

Shah Jina