મનોરંજન

48ની ઉંમરમાં પણ ખુબ જ હૉટ દેખાય છે કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહ, વિશ્વાસ ન હોય તો તમે જ જોઈ લો

48 વર્ષની ઉંમરે આવું કાતિલ ફિગર? 10 તસ્વીરો જોઈને કેટરીના, દીપિકા, દિશાને ભૂલી જશો

સિનેમા જગતની મૉડલ અને અભિનેત્રી કશ્મીરા શાહ આજના દિવસે 49 વર્ષની થઇ ચુકી છે. 2 ડિસેમ્બર-1971 ના રોજ જન્મેલી કશ્મીરા આજે પોતાનો જન્મ દિવસ મનાવવા જઈ રહી છે.

આ ઉંમરે પણ કશ્મીરાની સુંદરતા યથાવત છે અને લોકો આજે પણ તેના કાતિલ અદાઓના દીવાના છે. કશ્મીરાના જન્મદિવસના ખાસ મૌકા પર આજે અમે તમને તેના જીવન સાથે જોડાયેલા અમુક ખાસ કિસ્સાઓ જણાવીશું.

Image Source

કશ્મીરાનો જન્મ મુંબઈમાં જ થયો હતો અને તે વિખ્યાત હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક  અંજનિબાઈ લોલેકરની પૌત્રી છે. તેણે મિસ યુનિવર્સથી લઈને મિસ ઇન્ડિયા સુધીની ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

Image Source

કશ્મીરા હિંદીની સાથે સાથે મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જો કે તેને મોટી સફળતા ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને મળી હતી. કશ્મીરાએ 24-જુલાઈ 2013 ના રોજ ફેમસ કોમેડિયન ક્રિષ્ણા અભિષેક સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્ન પહેલા પણ બંન્ને સારા એવા મિત્રો હતા.

Image Source

ક્રિષ્ના અને કશ્મીરાની પહેલી મુલાકાત ‘પપ્પુ પાસ હો ગયા’ની શૂટીંગના સમયે થઇ હતી અને બંને એકબીજાના ખાસ મિત્રો બની ગયા અને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને 2013માં લગ્ન કર્યા. જો કે કશ્મીરાએ પહેલા ફિલ્મ ડાયરેક્ટર બ્રેડ લીસ્ટરમૈન સાથે લગ્ન થયા હતા પણ વર્ષ 2007 માં બંને વચ્ચે છૂટાછેડા થઇ ગયા જેના પછી તેના જીવનમાં ક્રિષ્ના આવ્યો.

Image Source

માતા બનવાની વાત પર કશ્મીરાએ કહ્યું હતું કે 14 વાર કોશિશ કરવા છતાં પણ તે માતા ન બની શકી અને આખરે સેરોગેસી ટેક્નિકની મદદ લેવાનો નિર્ણય લીધો અને કશ્મીરાએ જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. આ ઉપાય અભિનેતા સલમાન ખાને આપ્યો હતો. કશ્મીરા અને સલમાન વચ્ચે સારી મિત્રતા છે. કશ્મીરાએ કહ્યું કે સલમાન ખાનની સલાહને લીધે આજે અમને જુડવા બાળકોનું સુખ મળ્યું છે.

Image Source

અમુક દિવસો પહેલા કશ્મીરાએ પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તે પહેલા કરતા એકદમ ફિટ દેખાઈ રહી હતી. કશ્મીરાના આવા કાતિલાના અંદાજ પર દર્શકો દીવાના બની ગયા હતા.

Image Source

તસ્વીર શેર કરતા ક્રિષ્નાએ લખ્યું હતું કે,”જ્યારે તમને ઘરમાં જ બિરયાની મળી જાય તો બહાર જઈને દાલ મખની શા માટે ખાશો! મને તારા પર ગર્વ છે કેમ કે તે ફરીથી તારા હોટ અંદાજમાં  કમબેક કર્યું છે”.

Image Source

જણાવી દઈએ કે કશ્મીરા પ્યાર તો હોના હી થા, કહી પ્યાર ના હો જાએ, જંગલ, હેરા ફેરી જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે અને આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે.