જબરદસ્તી શીખથી મુસ્લિમ ધર્માંતરણના બાબતે સિખ યુવતિનો વિડીયો આવ્યો સામે, કહ્યુ કે..

જે મહિલાના જબરદસ્તી ધર્મ પરિવર્તન પર થઇ હતી બબાલ, હવે તેનો વીડિયો આવ્યો સામે- જુઓ શીખ છોકરીએ શું કહ્યું

જમ્મુ કશ્મીરમાં બે સિખ છોકરીઓને જબરદસ્તી ધર્મપરિવર્તન અને નિકાહ મામલે મોટો ખુલાસો થયો છે. આ મામલે જે છોકરી લાપતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે હવે તેણે પોતે એક વીડિયો જારી કરી બધા આરોપોને નકાર્યા છે. છોકરીએ કહ્યુ કે, મેં મારી મરજીથી ધર્મ પરિવર્તન કર્યુ છે અને મારી સાથે કોઇ જબરદસ્તી થઇ નથી.

કશ્મીરમાં સિખ છોકરીઓને ધર્મ પરિવર્તન મુદ્દા પર ઘાટીથી દિલ્લી સુધી બબાલ મચી છે. શ્રીનગરથી લઇને રાજધાની દિલ્લી સુધી રસ્તા પર પ્રદર્શન જાારી છે. તમને જણાવી દઇએ કે,બે સિખ છોકરીઓને જબરદસ્તી ધર્મપરિવર્તન અને નિકાહનો દાવો કરવામાં આવ્યો છે.

આ બેમાંથી એકને સિખ સમુદાયને સોંપવામાં આવી છે જયારે બીજી છોકરીનો કથિત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક છોકરી દ્વારા એ દાવો કરવામાં આવ્યો છે કે તે એ જ છોકરી છે, જેના વિશે સિખ સંગઠનના લોકો ગન પોઇન્ટ પર અપહરણ કરવાની વાત કરી રહ્યા છે.

વીડિયોમાં છોકરી દાવો કરી રહી છે કે તેણે હાલ નહિ પરંતુ વર્ષ 2012માં તેની મરજીથી સિખ ધર્મ છોડી ઇસ્લામ કબૂલ કર્યો હતો. વર્ષ 2014માં તેણે તેના બેચમેટ મુઝફ્ફર સાથે નિકાહ કરી લીધા હતા.વીડિયોમાં છોકરીએ સ્પષ્ટ કહ્યુ છે કે, તે નાની બાળકી નથી, તેની સાથે કોઇ જબરદસ્તી થઇ નથી.

28 વર્ષિય છોકરીએ કહ્યુ કે મને મારા વિશે નિર્ણય લેવાનો અધિકાર છે. તેણે કહ્યુ કે હું લાપતા નથી પરંતુ પરિવાર સાથે છું. તેણે કહ્યુ કે, જયારે મેં પોલિસની મદદ લેવાનો પ્રયાસ કર્યો તો મારા દસ્તાવેજોને ઠીકથી દેખવામાં ન આવ્યા અને લેખિત નિવેદન પણ લેવામાં ન આવ્યુ. મારા પતિને જેલમાં નાખી મને મારા પરિવારવાળાને સોપવામાં આવી. તે બાદ ઘરવાળા મને અમૃતસર લઇ આવ્યા અને અહીં મારા પણ દબાણ કરવામાં આવ્યુ.

છોકરીએ દાવો કર્યો છે કે પંજાબમાં સિખ સમુદાયના લોકોએ મારુ બ્રેન વોશ કરવાની કોશિશ કરી અને મને મારા પતિ વિરૂદ્ધ નિવેદન આપવા માટે દબાણ કર્યુ. તેમણે કહ્યુ કે મને મારા પતિ પાસે નહિ જવા દેવામાં આવે. સાથે સતત મને ધમકીઓ મળી રહી છે કે જો છોકરા વિરૂદ્ધ નિવેદન નહિ આપ્યુ તો ગોળી મારી દેશે.

27 જૂનના રોજ સિખ સમુદાયના લોકોએ શ્રીનગરમાં પ્રદર્શન કર્યુ. દિલ્લી સિખ ગુરુદ્વારા કમિટીના સભ્યો પણ તેમાં સામેલ થયા. આ લોકોએ આરોપ લગાવ્યો કે સિખ સમુદાયની બે નહિ પરંતુ ત્રણ છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યુ છે. તેમાંથી પોલિસે એક છોકરીને પાછી સોંપી છે. આરોપ એ પણ છે કે આ પહેલા પણ સિખ છોકરીઓને કિડનેપ કરી તેનું જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યુ છે.

Shah Jina