ચમત્કારી છે કાશ્મીરનું ખીર ભવાની મંદિર, સંકટ સમયે બદલી જાય છે કુંડના પાણીનો રંગ

ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. તેમાના ઘણા અતિપૌરાણીક અને ચમત્કારીક છે. આવું જ મંદિર છે માતા ખીર ભવાનીનું છે. આ મંદિર કાશ્મીરમાં આવેલું છે. અહીં 7 જૂનના રોજ દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે. પ્રસિદ્ધ રાગ્યા દેવી મંદિરમાં આયોજીત થતો ખીર ભવાની મેળો વિસ્થાપિત સમુદાયના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમોમાંથી એક છે. આ મંદિર પોતાની પ્રાકૃતિક સુંદરતા,ચમત્કાર અને ધાર્મિક આસ્થાના કારણે પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે જ્યારે પણ કાશ્મીરમાં કોઈ આપદા આવવાની હોય છે ત્યારે માતા ભવાની પહેલા જ સંકેત આપી દે છે.

એવી માન્યાતા છે કે જ્યારે પણ સંકટ આવે છે ત્યારે આ મંદિરમાં રહેલા કુંડનું પાણી પોતાનો રંગ બદલી દે છે. લોકોનું માનવું છે કે, આ મંદિરનો ઈતિહાસ રામાયણકાળ સાથે જોડાયેલો છે. આ ચમત્કાર આગળ વિજ્ઞાન પણ ઘૂટણીએ આવી ગયું હતું. શ્રદ્ધાળું અહિંયા મા દુર્ગાના રાગ્યા રૂપના દર્શન કરવા આવે છે. ભક્તો માને છે કે આ મંદિર દિવ્યશક્તિઓથી પરિપૂર્ણ છે અને અહિંયા આવેલો કુંડ ચમત્કારી છે. કાશ્મીર પર સંકટના સમયે આ કુંડનું પાણી કાળુ અથવા લાલ થઈ જાય છે.

એવું કહેવાય છે કે જ્યારે 2014માં કાશ્મીરમાં પૂરે તબાહી મચાવી હતી ત્યારે આ કુંડનું પાણી કાળુ થઈ ગયું હતું. આ ઉપરાંત જ્યારે કારગીલ યુદ્ધ થયું ત્યારે પણ આ કુંડનું પાણી લાલ થઈ ગયું હતું. એવું નથી કે આ કુંડ માત્ર સંકટ સમયનો સંકેત આપે છે પરંતુ ખુશી વિશે પણ સંકેત આપે છે. એવું કહેવાય છે કે જ્યારે પણ કાશ્મીરમાં કોઈ સારી વસ્તુ બને છે ત્યારે આ કુંડનું પાણી લીલું થઈ જાય છે.

પૌરાણીક કથાઓ અનુસાર રાવણ દેવી ખીર ભવાનીનો પરમ ભક્ત હતો. એવું કહેવાય છે કે જ્યારે રાવણે માતા સીતાનું હરણ કર્યું ત્યારે નારાજ થઈને માતા ખીર ભવાની લંકાથી કાશ્મીર આવી ગયા. એવું પણ કહેવાય છે કે, દેવી ખીર ભવાનેએ હનુમાનજીને વિનંતી કરી હતી કે તેમની પ્રતિમાને કોઈ બીજી જગ્યાએ સ્થાપિત કરવામાં આવે છે. દેવીના વાત માનીને હનુમાનજીએ દેવીની પ્રતિમાને કાશ્મીરના તુલમુલ વિસ્તારમાં સ્થાપિત કરી.

ભક્તો માતાના દર્શને આવે છે ત્યારે ખીરનો પ્રસાદ પણ ચઢાવે છે. એવી માન્યતા છે કે, ખીરનો ભોગ ચઢાવવાથી માતા ખીર ભવાની ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. અહીં આવતા લોકોને પણ ખીરનો પ્રસાદ આપવામાં આવે છે.

YC