કાશ્મીરના પહલગામમાં 10થી વધારે જવાનો શહીદ….39 જવાન ગાડીમાં હતા, વીડિયો આવ્યો સામે જુઓ

ગાઇકાલે આખા દેશે આઝાદીનો પાવન પર્વ 15મી ઓગસ્ટ ખુબ જ ધામધૂમથી ઉજવ્યો. દેશભરમાં આ દિવસની ખુબ જ ધામધૂમથી ઉજવણી પણ થઇ હતી, ત્યારે આ બધા વચ્ચે જ હવે આજે એક ખુબ જ દુઃખદ ખબર સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે.

પહેલગામના ચંદનવાડીમાં ITBના જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં 7 જવાન શહીદ થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે. બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. 19 એમ્બ્યુલન્સ સ્થળ પર તૈનાત છે. મળતી માહિતી મુજબ, એક બસ આઈટીબીપીના જવાનોને ચંદનવાડીથી પહેલગામ લઈ જઈ રહી હતી. બ્રેક ફેલ થતાં બસ ખાઈમાં પડી હતી. બસમાં 39 જવાન સવાર હતા. 37 જવાન આઈટીબીપીના અને બે જવાન જમ્મુ-કાશ્મીર પોલીસના હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર તમામ જવાનો અમરનાથ યાત્રાની ડ્યુટી પર હતા. અમરનાથ યાત્રા પૂરી થયા બાદ જવાનો પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બ્રેક ફેલ થતાં બસ નદીમાં પડી હતી. બચાવ કામગીરી ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, અનંતનાગ જિલ્લાના ચંદનવાડી પહલગામ પાસે એક માર્ગ અકસ્માતમાં 7 ITBP જવાનોના મોત થયા હતા જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

આ દુર્ઘટના એટલી મોટી હતી કે બસ ચંદનવાડીથી લગભગ 200 ફૂટ નીચે નદીમાં પડી હતી. બસમાં વિસ્ફોટ થયો. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ દુર્ઘટનામાં કેટલા સૈનિકોને અસર થઈ છે. તો બાબતે પહલગામ SDPO ફહદ ટાકે ના જણાવ્યા અનુસાર 3થી 4 કર્મચારીઓના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા અને અન્ય કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રમાણે, આ દુર્ઘટના બ્રેક ફેલ થવાને લીધે થઇ છે. જવાન ચંદનવાડીથી પહલગામ જતા હતા. આ દરેક જવાન અમરનાથ યાત્રાની ડ્યૂટીમાં તહેનાત હતા. બસમાં 37 જવાન ભારત-તિબેટ સીમા પોલીસ બળના હતા અને બાકીના 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. આ દુર્ઘટનામાં ઘણા જવાન ઘાયલ થયા છે. એ બધાને એરલિફ્ટ કરી શ્રીનગર આર્મી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. રેસ્ક્યૂ-ઓપરેશન હજી ચાલુ છે.

તમને જણાવી દઈએ કે આઈટીબીપી જવાનોને લઈ જઈ રહેલી આ બસ ચંદનવાડીથી પહલગામ જઈ રહી હતી. ત્યારે બસની બ્રેક ફેલ થતાં બસ ખીણમાં જઈને ખાબકી હતી, આ બસમાં 39 જવાનો સવાર હતા. ચંદનવાડી પહલગામથી 16 કિમી દૂર છે. હાલમાં જ અમરના યાત્રા સમાપ્ત થઈ હતી. ત્યારે આવા સમયે યાત્રામાં તૈનાત કરવામાં આવેલા સુરક્ષાદળના જવાનો પોતાની ટુકડીઓ સાથે પાછા ફરી રહ્યા હતા.

YC