મનોરંજન

ગોવિંદા અને કૃષ્ણા અભિષેકના વિવાદ વચ્ચે કાશ્મીરાએ કર્યું કંઈક આવું, ગ્લેમરસ તસ્વીર લખીને કહી દીધી વાત

કૃષ્ણાની પત્નીએ ફેન્સને બેહોશ કરી નાંખ્યા, બોલ્ડ તસ્વીરો શેર કરતાં જ બૂમ પડી ગઈ!

આજકાલ લોકપ્રિય કોમેડિયન કૃષ્ણા અભિષેક અને તેના મામા એક્ટર ગોવિદાના સંબંધની ચર્ચા જોર-શોરથી થઇ રહી છે. બંને એકબીજા વિરુદ્ધ ખુલીને વાત કરી રહ્યા છે. હાલમાં જ ગોવિદાએ એક નિવેદન આપ્યું હતું કે, જયારે તે કૃષ્ણાના જુડવા બાળકોને જોવા હોસ્પિટલ ગયો હતો ત્યારે નર્સે જણાવ્યું હતું કે, કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહ ઇચ્છતી નથી કે તેના પરિવારના કોઈ સભ્ય તેના બાળકોને મળે. આ બાદ કાશ્મીરાએ એક પોસ્ટ દ્વારા કોઈનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. ફરી એક વાર કાશ્મીરા તેની તસ્વીર સાથે એક મેસેજ દેતી નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

આ તસ્વીરમાં કાશ્મીરાનો બોલ્ડ અંદાજ નજરે આવી રહ્યો છે. આ તસ્વીરમાં કાશ્મીરા પુલ કિનારે આરામ ફરમાવતી નજરે આવી રહી છે. આ દરમિયાને તેને મેટલિક ડ્રેસ પહેર્યો હતો. આ સાથે જ ઓવર સાઈઝ સન ગ્લાસીસ પણ તેની પર બહુ જ સારા લાગી રહ્યા હતા. આ સાથે જ કાશ્મીરાએ જે કેપ્સન લખ્યું છે તે ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

કાશ્મીરાએ તેની પોસ્ટમાં બાળકોને લઈને ઘણું કહ્યું છે. આ સાથે જ લખ્યું હતું કે, મોટા લોકોને તેના પર્સનલ એજન્ડા માટે બાળકોનો ઉપયોગ નહીં કરવા દે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

કાશ્મીરાએ લખ્યું હતું કે, 2 ચીજ નિર્ધારીત કરે છે. એક ધૈર્ય જયારે તમારી પાસે કંઈ નથી અને બીજું રવૈયા જયારે તમારી પાસે બધું છે. કાશ્મીરાએ અહીં કોઈનું નામ તો નથી લીધું પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ઈશારા-ઈશારામાં ગોવિદા પર નિશાન સાધ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

અગાઉ કાશ્મિરા શાહે તેમના પુત્ર માટે લખ્યું હતું કે ‘જીવન કોઈ સૂચના માર્ગદર્શિકા સાથે નથી આવતું પરંતુ તે એક માતા સાથે આવે છે અને એક માતા તરીકે, તમારું રક્ષણ કરવું એ મારું કામ છે અને મારી પહેલી અગ્રતા છે. એક માતા તરીકે મારું કર્તવ્ય છે કે તમારું ધ્યાન રાખવું કે તમને નુકસાન ના થવું જોઈએ. એક માતા તરીકે મારું દિલ તમને તકલીફમાં જોઈને તડપી ઉઠે છે. આ બાદ મને લાગે છે કે તમારા દર્દને હું દૂર ના કરી શકી. હું એ લોકોને દૂર કરી શકું છું જે તમારા દર્દનું કારણ બને છે. જોયા પછી દુઃખ લાગે છે અને મને લાગે છે કે હું તમારી પીડા તમારી પાસેથી છીનવી શકતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Krushna Abhishek (@krushna30)

ગોવિદા અને કૃષ્ણા વચ્ચેનો વિવાદ ધ કપિલ શર્મા શો દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. હાલમાં જ એક એપિસોડમાં ગોવિંદો શોમાં પહોંચ્યો હતો ત્યારે તેનો ભાણેજ કૃષ્ણા અભિષેક હાજર ના હતો. આ પાછળનું કારણ બંને વચ્ચેનો અણબનાવ છે. કૃષ્ણાએ આ મામલે એક નિવેદન આપ્યું હતું. જેને લઈને તેની દુશ્મનીએ તેના પર ખરાબ પ્રભાવ પાડયો હતો. આ સાથે જ કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે,જયારે તેના જુડવા બાળકનો જન્મ થયો ત્યારે તેના મામા ગોવિદા મળવા પણ આવ્યા ના હતા.

 

View this post on Instagram

 

A post shared by Krushna Abhishek (@krushna30)

કૃષ્ણાના આ નિવેદન બાદ ગોવિંદાએ એક નિવેદન જાહેર કર્યું હતું. આ નિવેદનમાં ગોવિંદાએ જણાવ્યું હતું કે, મેં રિપોર્ટ વાંચ્યો હતો કે મારા ભાણેજએ તે ટીવી શોમાં પરફોર્મ કર્યું ના હતું. આ પાછળનું કારણ હું ત્યાં મહેમાન હતો.