ટીવી નો લોકપ્રિય શો ‘કસૌટી ઝીંદગી કી-2’ દર્શકોની વચ્ચે ખુબ જ લોકપ્રિય રહ્યો છે.આ શો ટીઆરપીની લિસ્ટમાં પણ સૌથી ટોપ લેવલ પર રહ્યો છે.દર્શકોને પણ શો ના કલાકારોથી લઈને કહાની સુધી બધું જ પસંદ આવી રહ્યું છે. પ્રેરણા-અનુરાગ એટલે કે એરિકા ફર્નાડિઝ-પાર્થ સમથાનની જોડી દરેક કોઈને પસંદ આવી રહી છે અને આ જોડીના લાખો ફૈન્સ બની ચુક્યા છે. પણ શું તમે જાણો છો કે આ હિટ શો માં આ કલાકારોની ફી કેટલી છે? મળેલા રિપોર્ટના આધારે આ સિતારાઓની ફી નો ખુલાસો થયો છે.
1.એરિકા ફર્નાડીઝ:
કસૌટી ઝીંદગી કી-2 શો માં પ્રેરણાનો કિરદાર નિભાવી રહેલી લીડ અભિનેત્રી એરિકા ફર્નાડીઝ ફૈન્સની વચ્ચે ખુબ જ લોકપ્રિય છે.રિપોર્ટ અનુસાર એરિકા એક એપિસોડ માટે 1.2 લાખ રૂપિયા ફી લે છે.
2. પાર્થ સમથાન:
View this post on Instagram
We could be more than just part time Lovers 😇#SOS #aviciimusic #travelphotography #nature #landscape
શો માં અનુરાગનો અભિનય કરી રહેલા પાર્થ સમથાન પોતાના અભિનયથી લાખો લોકોનું દિલ જીતી ચુક્યા છે.દર્શકો પાર્થને અનુરાગના રૂપમાં ખુબ પસંદ કરી રહ્યા છે. જાણકારી અનુસાર પાર્થ એક એપિસોડ માટે 1 લાખ રૂપિયાનો ચાર્જ લે છે.
3.કરન સિંહ ગ્રોવર:
ટીવીના હેન્ડસમ અભિનેતા કરન સિંહ ગ્રોવર શો માં મિસ્ટર બજાજનો રોલ કરી રહ્યા છે.એકતા કપૂર આ રોલ માટે કરન ને જ કાસ્ટ કરવા માગતી હતી. એવામાં રિપોર્ટના આધારે કરને એક એપિસોડ માટે 3 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી અને એકતાએ તેને શો માં લઈને તેની ડિમાન્ડ પણ પુરી કરી.
4. હીના ખાન:
શો માં કોમોલિકાના કિરદારમાં હીના ખાને પહેલી વાર નેગેટીવ પાત્ર કર્યું છે.રિપોર્ટ અનુસાર હીના ખાન એક એપિસોડ માટે 2 લાખ રૂપિયા ફી લેતી હતી. જો કે હાલના સમયે તે ફિલ્મ પ્રોજેક્ટને લઈને શો થી દૂર છે અને જલ્દી જ બોલીવુડમાં એન્ટ્રી લઇ શકે તેમ છે.
5.પૂજા બનર્જી:
શો માં અનુરાગ બાસુની બહેન નિવેદિતા બાસુના કિરદારમાં પૂજા બનર્જીને એક એપિસોડ માટે 66 હજાર જેટલી ફી મળે છે.પૂજા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.આગળના દિવસોમાં પૂજાએ બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે લાલ રંગના લહેંગા, બ્રાઇડલ જવેલરીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.
કહાનીની વાત કરીયે તો હાલના સમયમાં અનુરાગ અને મિસ્ટર બજાજ વચ્ચે ટક્કર લાગેલી છે.મિસ્ટર બજાજ અને પ્રેરણાના લગ્ન થઇ ચુક્યા છે અને અનુરાગ પ્રેરણાને ફરીથી મેળવવાની કોશિશ કરી રહ્યા છે.આ શો ટીઆરપીની લિસ્ટમાં પોતાની જગ્યા બનાવવામાં કામિયાબ રહ્યો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks