વર્ષ 2008માં મુંબઈમાં એક એવી ઘટના ઘટી હતી જેને આખા દેશને જ નહિ આખા વિશ્વને પણ હચમચાવીને મૂકી દીધું હતું, જેને આપણે 26/11 મુંબઈ આતંકી હુમલા તરીકે ઓળખીયે છીએ. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા 10 જેટલા આતંકીઓએ બોમ્બ ફોડીને અને ગોળીબારી કરીને હુમલો કર્યો હતો. આ હુમલો છત્રપતિ શિવાજી ટર્મિનલ, ઓબેરોય હોટેલ, હોટેલ તાજ, લીયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ, મેટ્રો સિનેમા, અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ એમ કુલ આઠ જગ્યાઓ પર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 164 લોકો મૃત્યુ પામ્યા હતા અને 308 જેટલા લોકો ઘાયલ થયા હતા.

આ હુમલામાં જીવિત પકડાયેલા એક માત્ર આતંકવાદી અજમલ કસાબને પકડવામાં મુંબઈ પોલીસના એએસઆઈ તુકારામ ઓમ્બલેનો મોટો ફાળો હતો, તેમના જ કારણે આતંકી કસાબ જીવતો પકડાયો હતો. જયારે તુકારામની બહાદુરીની વાત આવે ત્યારે આહૂમલા સાથે જોડાયેલું એક બીજું નામ પણ આવે જે છે દેવિકાનું, કસાબને ફાંસીની સજા અપાવનાર જુબાની આપનાર સાક્ષી દેવિકા જ હતી, જેને ડર્યા વિના અને કોઈ પણ દબાણમાં આવ્યા વિના આતંકીને કોર્ટમાં ઓળખી બતાવ્યો હતો.
દેવિકાની બહાદુરી દેશવાસીઓને રોમાંચથી ભરી દે છે. તેને મુંબઇ હુમલાના પકડાયેલા પાકિસ્તાનના લશ્કર-એ-તોઈબાના આતંકવાદી અજમલ કસાબને ફાંસીની સજા અપાવવામાં તે ગવાહ બની હતી. થોડા સમય સુધી તેના પરિવારને ખુબ ધમકીઓ મળી.
દેવિકા એ બહાદુર છોકરીનું નામ છે, જેણે નવ વર્ષની ઉંમરમાં આતંકવાદની સામે એક મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જ્યારે થોડા દિવસ પહેલા તપોવન પ્રનયાસના અધ્યક્ષ મહેશ બેડીવાલાએ જ્યારે તેને બહાદુરીના સલામ કરીને બે લાખ રૂપિયા આપ્યા. ત્યારે તેની આંખો ખુશીથી ભરાઈ આવી.

દેવિકા મૂળભૂત રાજસ્થાના શ્રીગંગાનગરમાં રહે છે. તે પોતાના બીમાર અપંગ ભાઈ જયેશ અને પિતા નટવરલાલ સાથે મુંબઈની વસ્તીમાં રહેવા માટે આવી. ચાલીના જીવનમાં તે જીવી રહી હતી.
દેવિકા ની બહાદુરી કોઈપણ ભારતવાસીને રોમાંચથી ભરી દે છે. તેને મુંબઇ હુમલાના પકડાયેલા પાકિસ્તાનના લશ્કર-એ-તોઈબાના આતંકવાદી અજમલ કસાબને ફાંસીની સજા આપવામાં મુખ્ય સાક્ષી તરીકે જુબાની આપી હતી. તેના આધારે જ કોર્ટે કસાબની ફાંસીની સજા સંભળાવી હતી.
દેવીકા રડી રડીને જણાવતી હતી કે તે સમયે તેની બહાદુરીના ખૂબ વખાણ થયા. મોટા મોટા નેતાઓ તેને મળવા આવ્યા પણ, હવે એવું લાગે છે કે દેશના લોકો પણ તેને ભૂલી ગયા છે. તેને સ્કૂલમાં એડમિશન પણ નથી મળી રહ્યું. તેનાથી ડરીને લોકો તેની સાથે વાત કરવાનું પણ ટાળતા હતા. આતંકવાદી હુમલાની પણ તેના ઉપર આશંકા થવા લાગી. છેલ્લા એક વર્ષથી તો તે ટીબીની દર્દી છે.
તને લાગે છે કે તેની બહાદુરી તેની માટે મુશ્કેલી બની ગઈ. તેને ભવિષ્યનો પણ ડર સતાવી રહ્યો છે. દેવિકા જ્યારે પાંચમા ક્લાસમાં દાખલ થવા માટે બાંદ્રાની એક સ્કૂલમાં પહોંચી તો તેને એમ કહીને ના પાડવામાં આવી કે એડમિશન દેવાથી સ્કૂલની સુરક્ષાને ખતરો આવશે. તેના લીધે બીજા વિદ્યાર્થીઓની સુરક્ષાનો પ્રશ્ન આવશે.

સ્કૂલના આ નિર્ણયથી પરિવારને સમજાઈ ગયું કે સ્કૂલના એડમિશન માટે બહાદુરી નડી. તેઓ ખૂબ આઘાતમાં સરી પડ્યા. તેના પિતાને સવાલ કર્યો કે જ્યારે દેવિકાએ વિના ડરયે કસાબને તેના અંતિમ અંજામ સુધી પહોંચાડ્યો હતો, તો પછી સ્કૂલવાળા લોકો તેને એડમિશન આપવા માટે કેમ ડરી રહ્યા છે. એડમિશન આપવા માટે દેવિકાએ પ્રવેશ પરીક્ષા આપવા માટે પણ તૈયાર થઈ ગઈ. પરંતુ સંચાલકોએ ના પાડી, કોઈ તેને મદદ કરવા માટે આગળ આવ્યું.
દેવિકા જણાવી રહી હતી કે કસાબને પકડ્યા પછી પોલીસની તે સાક્ષી બની, તેના ઘરે તેના પિતાના મોબાઈલ ફોન ઉપર પાકિસ્તાનથી તો ક્યારેક હૈદરાબાદથી ધમકીઓ આવવા લાગી. પહેલાં તો તેના પરિવારને ખૂબ જ ધમકાવવામાં આવતો હતો. તેમની એક વાત મનાવવા માટે કરોડો રૂપિયા આપવામાં આવતા હતા.
તેવા સમયે દેવિકા પોલીસના લોકોને ધમકી અને લાલચની મળેલી વાતો જણાવતી હતી. આજે જ્યારે દેશમાં આટલો ભ્રષ્ટાચાર છે આટલી તંગદિલીના માહોલમાં પણ આટલી બધી આટલી મોટી રકમ સામે કોઈ સામાન્ય માણસ પણ નમી જાય, પણ ગરીબી અને છતાં આટલો વિવેક!!!

દેવિકા માટે દેશ પહેલાં હતો અને પછી બધુ. તેણે વિચાર્યું કે ગરીબી તો આજે છે કાલે નહીં રહે. પરંતુ જો તેના દેશના માથા ઉપર એકવાર કલંકનું ટીકો લાગી જાય તો તે જીવન ભર નહીં હટે. તેથી નમી જાય તો પોતાની જાતને જ શું જવાબ આપશે.
કોર્ટમાં સુનવણી દરમિયાન જ્યારે ન્યાયાધીશે તેને પૂછ્યું કે શું ગોળી મારવાવાળા આતંકવાદીને તે ઓળખી શકશે. સહેજ પણ ડર્યા વગર તેણે કીધુ ‘હા’. તે સમયે અદાલતમાં એક પછી એક ત્રણ યુવકોને લાવવામાં આવ્યા. તેણે કસાબને જોતાની સાથે જ ઓળખી લીધો. 26 નવેમ્બર 2008 જે રાત્રે મુંબઇ પર આતંકવાદી હુમલો થયો હતો એ સમયને યાદ કરતાં કંપારી છૂટી જાય છે.
તે જણાવે છે કે એ રાતે તે તેના પિતા અને ભાઈ CST ટર્મિનલથી પુણે જવાના હતા. જ્યારે આતંકવાદીઓએ રેલવે સ્ટેશન પર હુમલો કર્યો તો કસાબે એક ગોળી તેના પગમાં મારી હતી. તે ત્યાં જ બેભાન થઇ ગઈ. તેને એક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તેના ઓપરેશન કરીને પગમાં સળિયો નાખવામાં આવ્યો. તે સમયે તે નવ વર્ષની હતી.
અત્યારે અઢાર વર્ષની થઇ ચૂકી છે.
આપણા દેશમાં તો લોકોએ શહીદ સ્થળો સુધી પણ નથી જતાં તેને પણ ભૂલી ચૂક્યા છે, જ્યાં ફાંસી ઉપર તેમને ચડાવવામાં આવ્યા હતા. સ્વતંત્રતા સંગ્રામની શહીદી જાણે કોઈ જ મહત્વ જ રાખતી નથી. તો પછી દેવિકાની ગવાહીને કઈ રીતે મહત્વ આપવામાં આવે.

આવી જ ઘટના ઉત્તર પ્રદેશમાં પણ બની. શહીદોની ચિતા ઉપર લાગશે દર વખતે મેળા જેથી લોકો તેમને યાદ તો કરે. રામપ્રસાદ બિસ્મિલની આ પંક્તિ યુવાનોમાં આજે પણ જોશ ભરી દે છે.
અહીં ફીનામા બિલબાબા ચાર રસ્તા ઉપર બનેલુ શહિદનું સ્મારક જરૂર કારગિલના શહિદ નાયક અશોકકુમારની યાદ અપાવે છે. પરંતુ કારગીલ વિજય દિવસ પર પ્રશાસનના કોઈ જ અધિકારીએ તેમને શ્રદ્ધાંજલિ આપી નહોતી. તેવી જ રીતે આ વર્ષે નાગપુરમાં ગઈ 23 માર્ચે ઝીરોમાઈલ ચોક પર બન્યા શહીદ સ્મારકને ભૂલી જવામાં આવ્યો. યાદ કરવાનું તો દૂર તેની સાફ સફાઇ પણ કરવામાં ન આવી. શહીદોની યાદો ખાલી સોશિયલ મીડિયામાં રહી ગઈ છે.
26/11 મુંબઈ હુમલામાં તુકારામની બહાદુરીથી જીવતો પકડવામાં આવ્યો કસાબ…
26/11 મુંબઈ આતંકી હુમલાએ આખા દેશને હલાવી નાખ્યું હતું. આ હમલાના દરમિયાન પાકિસ્તાનનો રહેનારો આતંકી અજમલ કસાબ જીવિત પકડી લેવામાં આવ્યો હતો. કસાબને જીવિત પકડી લેવામાં મુંબઈ પોલીસના એએસઆઈ તુકારામ ઓમ્બલેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. શહીદ તુકારામ ઓમ્બલેએ પોતાની વીરતાના એવા દસ્તાવેજ લખ્યા જેને આવનારી સદીઓ હંમેશા યાદ રાખશે.

તુકારામ ઓમ્બલે એ સફેદ સ્કોડા લઈને ભાગેલા અજમલ કસાબ અને ઇસ્માઇલની કારને ગોરેગાંવ ચૌપાટી પર રોકી હતી. આ દરમિયાન ફાયરિંગમાં ઇસ્માઇલની મૃત્યુ થઇ ગઈ જયારે અજમલ કસાબની એકે 47 તુકારામ ઓમ્બલેએ પકડી લીધી હતી.
આ દરમિયાન ફાયરિંગમાં તુકારામ ઓમ્બલેને ઘણી ગોળીઓ વાગી ગઈ હતી. તુકારામ અને અન્ય પોલીસકર્મીઓએ અજમલ કસાબને જીવિત પકડી લીધો હતો. ગંભીર રૂપથી ઘાયલ તુકારામ ઓમ્બલેએ હોસ્પિટલમાં પોતાનો જીવ ગુમાવી દીધો હતો.
એએસઆઈ તુકારામ ઓમ્બલેના પરિવારજનો આજે પણ તેમની રાહ જુએ છે, અને 10 વર્ષથી દિવાળી નથી ઉજવતા. તેમની મોટી દીકરીએ કહ્યું હતું કે તેને હજુ પણ એવું લાગે છે કે એક દિવસ પિતા જરૂર આવશે. મુંબઈ પોલીસ તેમની સહાયતા માટે હંમેશા હાજર રહે છે. મુંબઈ પોલીસ પણ તેમની બહાદુરીને નથી ભૂલી.

આ હુમલાના દરમિયાન લગભગ 60 કલાક સુધી આખું મુંબઈ ગભરાટમાં રહ્યું હતું. દરેક જગ્યાએ ફાયરિંગ અને હોટેલ તાજ અને હોટેલ ઓબેરોયમાં આતંકીઓના દાખલ થવાના અને ગોળીબાર કરવાની ખબરોએ દેશને જ નહિ પણ આખા વિશ્વને ડરાવીને રાખ્યું હતું. એનસીજીની તપાસ પછી દરેક આતંકીઓને મારી પાડ્યા અને લગભગ 60 કલાક પછી મુંબઈએ નિરાંતના શ્વાસ લીધા હતા.

કસાબને વર્ષ 2012માં ફાંસી આપવામાં આવી હતી, જો કે તેની પહેલા ઘણીવાર તેને પૂછતાછ કરવામાં આવી હતી. કસાબની પૂછતાછ કરનારા ઓફિસરોમાં રિટાયર્ડ ગોવિંદ સિંહ સીસોદીયા પણ હતા. એનએસજીના ડીઆઇજી રહેતા કસાબને પૂછતાછ કરી હતી, સિસોદીયાના આધારે જયારે કસાબને સવાલ કરવામાં આવ્યો કે જો તેને છોડી દેવાનો મૌકો આપવામાં આવે તો તે શું કરશે? તેના પર કસાબે જવાબ આપ્યો કે- “હું જઈને મારા માતા-પિતાની સેવા કરીશ.”