દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ

કસાબને સજા અપાવવાવાળી છોકરીની હાલત સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે, ખુબ જ રોમાંચક કહાની વાંચો

56 ની છાતી હોય તો જ વાંચજો આ રોમાંચક કહાની: કસાબને સજા અપાવવાવાળી છોકરીની હાલત સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે

26 નવેમ્બર 2008ના રોજ મુંબઇમાં થયેલા હુમલાને 11 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. તે સમયે, આખો દેશ આ ઘટનાથી હચમચી ઉઠ્યો હતો, આતંકવાદી હુમલાથી મુંબઈ શહેર હચમચી ઉઠ્યું હતું. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા અને 300થી વધુ લોકો ઘાયલ થયા.

આ હુમલામાં ઘાયલ થયેલી દેવિકા રોટાવનની બહાદુરી દેશવાસીઓને રોમાંચથી ભરી દે છે. મુંબઇ હુમલાના પકડાયેલા પાકિસ્તાનના લશ્કર-એ-તોઈબાના આતંકવાદી અજમલ કસાબને સજા અપાવવામાં તે સાક્ષી બની હતી. અને આ પછી થોડા સમય સુધી તેના પરિવારને ખુબ ધમકીઓ મળી. ઇન્સ્ટાગ્રામ પર મુંબઈમાં Humans of Bombay નામના એક પેજ બનેલું છે.

આ પેજ પર દેવિકાની પોસ્ટને જગ્યા મળી છે. દેવિકા તે આતંકી હુમલામાં બચેલા લોકો પૈકી એક છે. પોસ્ટ અનુસાર, આતંકી કસાબએ તેના પગમાં ગોળી મારી દીધી હતી. દેવિકા એ બહાદુર છોકરીનું નામ છે, જેણે 10 વર્ષની ઉંમરમાં આતંકવાદની સામે એક બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મુંબઈમાં અગિયારમા ધોરણમાં ભણતી એ છોકરી પાસે પહેરવા માટે 1 સ્કૂલ યુનિફોર્મ, 2 પેન્ટ અને 2 ટીશર્ટ જ છે.દેવિકા મૂળે રાજસ્થાનના શ્રીગંગાનગરની રહેવાસી છે, તે પોતાના પરિવાર સાથે મુંબઈની બસ્તીમાં રહેવા માટે આવી હતી. 26 નવેમ્બર 2008 રાત્રે મુંબઇ પર આતંકવાદી હુમલો થયો હતો એ સમયને યાદ કરતા કંપારી છૂટી જાય છે. દેવિકા એ સમયે તેના પિતા અને તેના ભાઈ સાથે પુણે જવાની હતી એટલે તે CST ટર્મિનલ પર હતી. તેનો ભાઈ વોશરૂમમાં ગયો હતો.

Image Source

અચાનક જ તેને ફટાકડા ફોડતા હોય એવો અવાજ આવ્યો અને તેને પિતાએ તેને ભાગવા કહ્યું. પણ જેવી તે ભાગવા લાગી તો તેના પગમાં દુખતું હતું. પાછું ફરીને જોયું તો તેના પગમાં ગોળી વાગી હતી. મને બધું જ દુખ્યું અને હું એ પછી તે ત્યાં જ બેહોશ થઇ ગઈ. આ પછી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પછી ડોકટરે મને જણાવ્યું કે એ રાતે શું થયું હતું. હું ગુસ્સામાં હતી, સ્ટેશન પર મરેલા લોકોની ઝલક મારા મનમાં આવી.આતંકીનો ચહેરો એને યાદ હતો. લગભગ દોઢ મહિના સુધી તે હોસ્પિટલમાં રહી અને તેના પર ઘણા ઓપરેશન કરવામાં આવ્યા. પણ આતંકીનો ચહેરો એના મગજમાંથી નીકળી શક્યો ન હતો.

ઠીક થયા પછી એ પોતાના પરિવાર સાથે ગામ પછી ચાલી ગઈ. પોલીસે એના પિતાનો અદાલતમાં સાક્ષી બનવા માટે સંપર્ક કર્યો અને પોલીસના પૂછવા પર તે સાક્ષી બનવા રાજી થઇ ગઈ. દેવિકા જણાવી રહી હતી કે કસાબને પકડ્યા પછી તે પોલીસની તે સાક્ષી બની ગઈ. સાક્ષી બનવાના કારણે તેના ઘરે, તેના પિતાના મોબાઈલ ફોન ઉપર પાકિસ્તાનથી તો ક્યારેક હૈદરાબાદથી ધમકીઓ આવવા લાગી.

પહેલાં તો તેના પરિવારને ખૂબ જ ધમકાવવામાં આવતો હતો. પછી તેને સાક્ષી ન બનવા દેવા માટે કરોડો રૂપિયાની લાલચ પણ આપવામાં આવી. પણ દેવિકા માટે દેશ પહેલાં હતો અને પછી બધુ. તેને વિચાર્યું કે ગરીબી તો આજે છે કાલે નહીં રહે. પરંતુ જો તેના માથા ઉપર એકવાર કલંકનો ટીકો લાગી જશે તો તે જીવનભર નહીં હટે. અને જો તે રૂપિયા લઈને પાછળ હટી જાય તો તે પોતાના આત્માને શું જવાબ આપેત.

દેવિકાએ જણાવ્યું કે કોર્ટમાં સુનવણી દરમિયાન જ્યારે ન્યાયાધીશે તેને પૂછ્યું કે શું ગોળી મારવાવાળા આતંકવાદીને તે ઓળખી શકશે. સહેજ પણ ડર્યા વગર તેણે કીધુ ‘ હા’. એ પછી અદાલતમાં એક પછી એક ત્રણ યુવકોને લાવવામાં આવ્યા.તેણે કસાબને જોતાંની સાથે જ ઓળખી લીધો. તેની જુબાનીના આધારે જ કસાબને સજા સંભળાવવામાં આવી હતી.દેવિકા જણાવે છે કે એ સમયે તો તેની બહાદુરીના ઘણા વખાણ થયા, મોટા મોટા નેતાઓ તેને મળવા આવ્યા પણ, હવે એવું લાગે છે કે દેશના લોકો પણ તેને ભૂલી ગયા છે. તેને શાળામાં એડમિશન માટે પણ સંઘર્ષ કરવો પડ્યો છે. તેનાથી ડરીને લોકો તેની સાથે વાત કરવાનું પણ ટાળતા હતા. તેના પર આતંકવાદી હુમલાની પણ આશંકા થવા લાગી. ઘણા લોકો તો તેને કસાબની બેટી કહીને પણ બોલાવતા હતા.

Image Source

છેલ્લા કેટલાક મહિનાઓથી દેવિકાને ટીબી છે. દેવિકાને લાગે છે કે તેની બહાદુરી તેની માટે મુશ્કેલી બની ગઈ છે. તેને ભવિષ્યનો પણ ડર સતાવી રહ્યો છે. દેવિકા જ્યારે પાંચમા ધોરણમાં એડમિશન મેળવવા માટે બાંદ્રાની એક સ્કૂલમાં પહોંચી તો તેને એમ કહીને ના પાડવામાં આવી હતી કે તેને એડમિશન આપવાથી સ્કૂલની સુરક્ષાને ખતરો આવશે. તેના લીધે બીજા વિદ્યાર્થીઓની સુરક્ષાનો પ્રશ્ન આવશે.સ્કૂલના આ નિર્ણયથી પરિવારને સમજાઈ ગયું કે એડમિશન માટે બહાદુરી નડી. તેઓ ખૂબ આઘાતમાં સરી પડ્યા.

એડમિશન આપવા માટે દેવિકાએ પ્રવેશ પરીક્ષા આપવા માટે પણ તૈયાર થઈ ગઈ.. પરંતુ સંચાલકોએ ના પાડી, કોઈ તેની મદદ માટે આગળ આવ્યું નહિ.દેવિકા કહે છે – આ ઘટનાથી મને આઈપીએસ અધિકારી બનવાની પ્રેરણા મળી. પરંતુ અદાલતમાં જુબાની આપવાનો નિર્ણય પરિવારજનોને ખૂબ મોંઘો પડ્યો. મને લાગ્યું કે હું સાહસિક બની રહી છું પરંતુ બીજી બાજુ બધા જ અમારાથી અલગ થઇ ગયા.

મારા પિતાની ડ્રાયફ્રૂટની દુકાન બંધ થઇ ગઈ, કોઈ તેમની સાથે વેપાર કરવા માંગતું ન હતું. મકાનમાલિકોએ ભાડુ વધાર્યું કારણ કે તેમને લાગ્યું કે અમે અપબ્લિસિટીમાંથી પૈસા કમાઈ લીધા છે. ભલે અજમલ કસાબ હવે જીવતો નથી, પણ મારું મન ખિન્ન છે. મારો ગુસ્સો ત્યારે જ ઓછો થશે જ્યારે હું આઈએએસ અધિકારી બનીશ અને અન્યાય સામે લડીશ. આજ સુધી હું દિવાળીની મજા માણી શકી નથી,

ક્રિકેટમાં ભારતની જીતની ઉજવણી કરી શકી નથી, કારણ કે ફટાકડા જોઈને મને તે ખરાબ યાદોની પરેશાન થાય છે. હું જાણું છું કે હું વીતેલા વર્ષો પાછા મેળવી શકવાની નથી પણ એક દિવસ મારો જવાબ મારી સામે હશે. આ આતંકવાદીઓ એક દિવસ ભારત સામે માથું ઉંચકવાનું પરિણામ જોશે.

દેવિકાની વિચારસરણીમાં શું ભૂલ છે ? આપણા દેશમાં તો લોકોએ શહીદ સ્થળો સુધી પણ નથી જતાં, તેને પણ ભૂલી ચૂક્યા છે જ્યાં શહીદોને લટકાવવામાં આવ્યા હતા. સ્વતંત્રતા સંગ્રામની શહીદી જાણે કોઈ જ મહત્વ જ રાખતી નથી. તો પછી દેવિકાની જુબાનીને કઈ રીતે મહત્વ આપવામાં આવે.શહીદોની ચિતા ઉપર લાગશે દર વખતે મેળા જેથી લોકો તેમને યાદ તો કરે. રામપ્રસાદ બિસ્મિલની આ પંક્તિ યુવાનોમાં આજે પણ જોશ ભરી દે છે. ઉત્તરપ્રદેશમાં ફીનામા બિલબાબા ચાર રસ્તા ઉપર બનેલુ શહિદનું સ્મારક જરૂર કારગિલના શહિદ નાયક અશોકકુમારની યાદ અપાવે છે.

Image Source

પરંતુ કારગીલ વિજય દિવસ પર પ્રશાસનના કોઈ જ અધિકારીએ તેમને શ્રદ્ધાંજલિ આપી નહોતી. પરંતુ કારગીલ વિજય દિવસ પર પ્રશાસનના કોઈ જ અધિકારીએ તેમને શ્રદ્ધાંજલિ આપી નહોતી.. તેવી જ રીતે આ વર્ષે નાગપુરમાં ગઈ 23 માર્ચે ઝીરોમાઈલ ચોક પર બનેલા શહીદ સ્મારકને ભૂલી જવામાં આવ્યો. યાદ કરવાનું તો દૂર તેની સાફ સફાઇ પણ કરવામાં ન આવી. શહીદોની યાદો ખાલી સોશિયલ મીડિયામાં રહી ગઈ છે.

આ છે આખી કહાની : 26/11 મુંબઈ આતંકી હુમલાએ આખા દેશને હલાવીને રાખી દીધો હતો. આ હુમલા દરમિયાન પાકિસ્તાનનો રહેનારો આતંકી અજમલ કસાબ જીવતો પકડાયો હતો. કસાબને જીવતા પકડવામાં મુંબઈ પોલીસના એએસઆઈ તુકારામ ઓમ્બલેએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. શહીદ તુકારામ ઓમ્બલેએ પોતાની વીરતાના એવા દસ્તાવેજ લખ્યા જેને આવનારી સદીઓ હંમેશા યાદ રાખશે.

Image Source

તુકારામ ઓમ્બલેએ સફેદ સ્કોડા લઈને ભાગેલા અજમલ કસાબ અને ઇસ્માઇલની કારને ગોરેગાંવ ચોપાટી પર રોકી હતી. આ દરમિયાન ફાયરિંગમાં ઇસ્માઇલનું થયું જયારે અજમલ કસાબની એકે 47 તુકારામ ઓમ્બલેએ પકડી લીધી હતી. આ દરમિયાન ફાયરિંગમાં તુકારામ ઓમ્બલેને ઘણી ગોળીઓ વાગી ગઈ હતી.

તુકારામ અને અન્ય પોલીસકર્મીઓએ અજમલ કસાબને જીવતો પકડી લીધો હતો. ગંભીર રૂપથી ઘાયલ તુકારામ ઓમ્બલેએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.આ હુમલાના દરમિયાન લગભગ 60 કલાક સુધી આખું મુંબઈ ગભરાટમાં રહ્યું હતું. જગ્યાએ-જગ્યાએ ફાયરિંગ અને હોટેલ તાજ અને હોટેલ ઓબેરોયમાં આતંકીઓના દાખલ થવાના અને ગોળીબાર કરવાની ખબરોએ દેશને જ નહિ પણ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. એનસીજીની કાર્યવાહી પછી દરેક આતંકીઓ મારી પડાયા અને લગભગ 60 કલાક પછી મુંબઈએ નિરાંતના શ્વાસ લીધા હતા.

પકડાઈ ગયા પછી શું બોલ્યો હતો કસાબ? : કસાબને વર્ષ 2012માં આપવામાં આવી હતી, જો કે એ પહેલા ઘણીવાર તેની પૂછપરછ કરવામાં આવી હતી. કસાબની પૂછપરછ કરનારા ઓફિસરોમાં રિટાયર્ડ ગોવિંદ સિંહ સીસોદીયા પણ હતા. તેમને એનએસજીના ડીઆઇજી રહેતા કસાબને પૂછતાછ કરી હતી, સિસોદીયાના જણાવ્યા અનુસાર, જયારે કસાબને સવાલ કરવામાં આવ્યો કે જો તેને છોડીને પરત જવાની તક આપવામાં આવે તો તે શું કરશે? તેના પર કસાબે જવાબ આપ્યો કે- ‘હું જઈને મારા માતા-પિતાની સેવા કરીશ.’