મનોરંજન

કરવાચોથના દિવસે ફિલ્મ અભિનેતા અનિલકપુરના ઘરે યોજાઈ પાર્ટી, શિલ્પા શેટ્ટી ભાવુક થયેલી જોવા મળી, વિડિઓ થયા વાયરલ

ગઈકાલે કરવાચોથનો તહેવાર સમગ્ર દેશમાં ધૂમધામથી ઉજવાયો. સામાન્ય ગૃહિણીથી લઈને બોલીવુડની હીરોઇનો પણ આ દિવસે વ્રત રાખતી હોય છે. બોલીવુડની ઘણીબધી હિરોઈને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવાચોથનું વ્રત રાખ્યું હતું.

ગઈકાલની કરવા ચોથનો તહેવાર પણ ખુબ જ ખાસ રહ્યો 70 વર્ષમાં આવો યોગ પહેલી વખત આવ્યો જેમાં રોહિણી નક્ષત્ર સાથે મંગળનો યોગ હોવો કરવાચોથના દિવસને વધુ ફળદાયક બનાવી ગયો.

કરવાચોથના દિવસે અનિલકપુરના ઘરે તેની પત્ની સુનિતાકપુરે એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું જેમાં બોલીવુડની કેટલીક હિરોઈન પણ આવી પહોંચી હતી. જેમને અનિલકપુર ઘરે ઉપસ્થિત થઇને વ્રત ખોલ્યું હતું.

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ આ પાર્ટીમાં જોડાઈ, પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે વ્રત ખોલતો ફોટો મૂકી ભાવુક અંદાઝમાં કહ્યું કે : “કોઈ પણ લગ્ન પરફેક્ટ નથી હોતું, અહીંયા બે અપૂર્ણ આત્માઓનું યુનિયન હોય છે જે પોતાની નાની નાની વાતોથી પોતાના જીવનમાં ઘણું બધું જોડી લે છે. રાજ કુન્દ્રા મારી સાથે વ્રત રાખવા બદલ આભાર. આ આપણું 10મુ વર્ષ છે અને મને તમારી સાથે હજુ પણ વધારે પ્રેમ થઇ ગયો છે.

તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રાએ પણ શિલ્પા શેટ્ટી માટે કરવાચોથના દિવસે વ્રત રાખ્યું હતું.

રાજ કુન્દ્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વિડિઓ પણ પોસ્ટ કર્યો જેમાં અનિલકાપુરના ઘરમાં ઘણી બધી અભિનેત્રીઓ પૂજા માટે ભેગી થાય છે. અનિલકપુર એ સૌના વિડિઓ અને ફોટા લઇ રહ્યા છે જયારે રાજ કુન્દ્રા આ દરમિયાન ગીત ગાતા નજર આવે છે.

શિલ્પા શેટ્ટીએ પણ એક વિડિઓ પોતાના ઇન્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યો જેમાં ફિલ્મ અભિનેત્રીઓ પૂજા કરતી જોઈ શકાય છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સિવાય આ પાર્ટીમાં સંજયકપુર અને તેની પત્ની માહિપકપૂર, મીરા રાજપૂત, રવીના ટંડન, પદ્મિની કોલ્હાપુરે જેવી નામી હીરોઇનો ઉપરાંત બીજી ઘણીબધી હિરોઈન ઉપસ્થિત રહી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.