ધાર્મિક-દુનિયા

કરવા ચોથ ,ગણેશ ચોથ 2019: 70 વર્ષ પછી બની રહ્યો છે મહાસંયોગ જરૂર કરો આ 3 કામ

અનુશાર કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ રાખવાવાળા ઉપવાસ ન કરવા ચોથનું વ્રત કહે છે તેમ જ તે દિવસે ગણેશ ચોથ ગણેશ ચતુર્થી પણ આવે છે. આ દિવસે બધી જ સુહાગન મહિલાઓ આખો દિવસ નિર્જળા વ્રત કરે છે. અને ચંદ્ર ઉદય પછી વ્રત ખોલે છે શાસ્ત્ર અનુસાર આ કરવા ચોથ ઉપર દુર્લભ સંયોગ બની રહ્યો છે જેના કારણે વ્રતનો પ્રભાવ વધારે જોવા મળશે. પતિના લાંબા આયુષ્યની કામના કરવા માટે વ્રત કરે છે.
2019માં કરવા ચોથ તેથી શુભ મુહૂર્ત તેમજ આ દિવસે બનાવવાવાળા શુભ સંયોગ વિષે જોઈશું.

કરવા ચોથ વ્રત શુભ મુહૂર્ત:-

-વર્ષ 2019માં કરવા ચોથનું વ્રત 17 ઓક્ટોબર ગુરુવારના દિવસે આવે છે ચતુર્થીથી શરૂ થશે 17 ઓક્ટોબર ગુરુવાર 6 :48 મિનિટ પર.

-ચતુર્થ તિથિ સમાપ્ત થશે 18 ઓક્ટોબર શુક્રવાર 7: 29 મિનિટ પર

-કરવા ચોથ પૂજા નો સમય 17 ઓક્ટોબર ગુરુવાર 5 :46 થી 7:02 મિનિટ

-પૂજા માટે ના સમયે એક કલાક 16 મિનિટ રહેશે કરવા ચોથ ચંદ્ર ઉદયનો સમય 8:45 મિનિટ.

કરવા ચોથ શુભ સંયોગ:-

જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2019 માના કરવાચોથ બધી જ સુહાગન મહિલાઓ માટે ખાસ રહેશે કારણકે કરવા ચોથ પર 70 વર્ષ પછી બની રહ્યો છે મહાસંયોગ. જેમાં રોહિણી નક્ષત્ર ની સાથે મંગળનો યોગ પણ જોવા મળશે મંગલકારી રહેશે.

આયોગ ચંદ્રમાની 27 પત્નીઓમાં સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે બની રહ્યું છે એટલા માટે સુહાગન સ્ત્રીઓ માટે આ ફળદાયી નીવડશે.

આ વખતે 17 ઓક્ટોબર કરવા ચોથના દિવસે રોહિણી નક્ષત્ર અને ચંદ્ર માં રોહિણી યોગ સાથે-સાથે માર્કંડેય અને સત્યભામા યોગ પણ બની રહ્યો છે જેના કારણે તે ફળદાયી નીવડશે માનવામાં આવે છે કે આ શુભ યોગ શ્રીકૃષ્ણને સત્યભામાના મિલન વખતે થયો હતો.

કરવા ચોથ પૂજા વિધિ:-

સવારે વહેલા ઊઠીને સૂર્ય ઉદય પહેલા સ્નાન કરીને પૂજા સ્થળ સાફ સફાઈ કરવી. ત્યાર પછી સાસુ તરફથી સરગી ગ્રહણ કરવી.

કરવા ચોથના દિવસે નિર્જળ આ વ્રતનો સંકલ્પ કરવો અને પૂજા સ્થળમાં કળશ સ્થાપના કરી તેમજ કરવા માતા નુ ચિત્ર બનાવી મા ગૌરી ગણેશ અને ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરવી તેમજ ગૌરી માતા ને સુહાગન નો સામાન અર્પિત કરવો અને બધા જ દેવી-દેવતાઓનો આહ્વાન કરવું કરવા ચોથ ની વ્રત ની કથા સાંભળવી. અંતમાં પતિની દીર્ઘાયુ અને કામના કરવી અને સાસુ-સસરા પાસે આશીર્વાદ લેવા અને તેમને ભેટ આપવી. રાત્રે ચંદ્ર ઉદય સમયે છની માંથી ચંદ્ર દર્શન કરવા અને ધૂપ-દીપ કરી ચાંદને અર્ધ્ય આપી પતિના આશીર્વાદ લેવા અને વ્રત ખોલવું.

કરવા ચોથના દિવસે કરો આ 3 કામ

-જ્યોતિષશાસ્ત્ર અનુસાર કરવા ચોથના દિવસે બની રહેલા શુભ સંયોગમાં શુભ મુહૂર્તમાં પૂજા વિધિ કરવો વિશેષ માનવામાં આવે છે તેમ જ આ વ્રતનો હજાર ગુણા ફળ પતિ-પત્નીને પ્રાપ્ત થાય છે.

-કરવા ચોથ ના વ્રત મા જેટલું મહત્વ વ્રત હોય છે તેટલું જ મહત્વ તેમની પૂજા અને કરવા ચોથ ની કથા સાંભળવાનું પણ હોય છે આ વ્રતની કથા ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ જો સંભવ હોય તો આ દિવસે બધી સ્ત્રીઓ ભેગી થઇ ને એકસાથે કથા સાંભળે અને ભજન-કીર્તન કરવું જોઈએ.

-આ વ્રત બધી જ મહિલાઓના વ્યવહાર જીવન સાથે જોડાયેલું છે આ દિવસે લાલ તેમજ પીળા રંગનાં વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેને શુભ માનવામાં આવે છે સૌભાગ્યમાં વૃદ્ધિ કરવાવાળા હોય છે જો સંભવ હોય તો લગ્નમાં જે કપડા પહેર્યા હોય તે કપડાં પહેરવા જોઈએ. કરવા ચોથના દિવસે સવારે વહેલા વ્રત સારું કરીને સાંજે એ કથા સાંભળીને ઘરના બધા જ વ્યક્તિઓનો આશીર્વાદ લેવો જોઈએ જેનાથી સ્ત્રીઓના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને વ્રતના પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App