2011માં પ્યાર કા પંચનામાથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેતા કાર્તિક આર્યનનો જન્મ 22 નવેમ્બર 1988ના રોજ મધ્ય પ્રદેશ રાજ્યના ગ્વાલિયર શહેરમાં થયો હતો. કાર્તિક આર્યનએ એવા કલાકારોમાંથી એક છે જેમણે ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના બોલિવૂડમાં છાપ ઉભી કરી હતી.
View this post on Instagram
કાર્તિક આર્યન બાળપણથી જ ઍક્ટર બનવા માંગતો હતો. આ સપના સાથે જ તે મુંબઈ આવી પહોંચ્યો હતો. આ સમય દરમિયાન તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આજે કરોડોની કમાણી કરનાર કાર્તિક આર્યન એક સમયે 12 લોકો સાથે એક જ ફ્લેટમાં રહેતો હતો.
View this post on Instagram
શરૂઆતના સમયમાં કાર્તિક આર્યનને કોઈ જાણતું ના હતું. તેને ઘણું રિજેકશન મળ્યું હતું. ઘરવાળા વિચારતા હતા કે કાર્તિક આર્યન મુંબઇમાં ભણી રહ્યો છે પરંતુ સંઘર્ષ કરી રહ્યો હતો.
View this post on Instagram
કાર્તિકના ઘરનું વાતાવરણ પહેલાથી ભણતરવાળું છે. કાર્તિક આર્યનના પિતા મનીષ તિવારી અને માતા પ્રગતિ તિવારી બંને ડોક્ટર છે. કાર્તિકે પોતાની એકિંટગના દમ પર અને કોઈની મદદ લીધા વગર કાર્તિક આજે કામયાબ કલાકાર બની ગયો છે.
View this post on Instagram
એક્ટર બનવાનું સપનું લઈને કાર્તિક મુંબઈ તો આવી ગયો હતો પરંતુ તે રોજ ઓડિશન આપવા જતા હતો. કાર્તિક આર્યને જણાવ્યું હતું કે, તેને કરિયરની શરૂઆત એક એડ ફિલ્મથી કરી હતી. આ જાહેરાત માટે તેને 15 હજાર રૂપિયા મળ્યા હતા. કાર્તિકના જણાવ્યા મુજબ તેના માટે બહુ મોટી વાત હતી.
View this post on Instagram
કાર્તિકને તેની પહેલી ફિલ્મ ફેસબુક દ્વારા મળી. ડિરેક્ટર લવ રંઝને ફેસબુક પર કાર્તિકનો ફોટો જોયો હોવાનું કહેવાય છે. જે બાદ તેણે કાર્તિકને તેની ફિલ્મ માટે ઓડિશન આપવા કહ્યું, ત્યારબાદ તેમને ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ માટે સાઇન કરવામાં આવ્યા હતા.
View this post on Instagram
કાર્તિક સિવાય પ્યાર કા પંચનામ ફિલ્મના બીજા ઘણા કલાકારો હતા, પરંતુ પાંચ મિનિટના મોનોલોગને કારણે તે લોકોની નજરમાં આવી ગયો હતો. સફળ ફિલ્મ પછી કાર્તિકે કહ્યું હતું કે તેણે 5.29મિનિટના મોનોલોગને યાદ યાદ રાખવા માટે પાંચ દિવસનો સમય લીધો હતો અને તેણે ફક્ત બે જ વારમાં બોલી દીધો હતો.
View this post on Instagram
કાર્તિકના જણાવ્યા અનુસાર, પ્યાર કા પંચનામાની રિલીઝ પછી પણ તે ખૂબ જ ખરાબ તબક્કો જોયો હતો. એક પછી એક અનેક ફિલ્મોમાં તે ફ્લોપ રહ્યો. સોનુ કે ટીટુ કી સ્વીટીફિલ્મની સ્વીટીથી નસીબ બદલાઈ ગયું હતું.