આલિયા અને રણબીર પછી હવે નવું કપલ: કાર્તિક આર્યન ને ક્રિતિ સેનન એકબીજાને ડેટ કરે છે ? ચાહકોએ કહ્યુ- લગ્ન કરી લો

રોમેન્ટિક ફિલ્મ ‘લુકા છુપ્પી’માં સાથે કામ કર્યા બાદ વર્ષો પછી, કાર્તિક આર્યન અને કૃતિ સેનન તેમની આગામી ફિલ્મ ‘શહેજાદા’ માટે ફરીથી સાથે કામ કરવા માટે તૈયાર છે. બંને તાજેતરમાં જ એક્શન-એન્ટરટેઈનરના શેડ્યૂલ માટે મોરિશિયસમાં હતા. જયાંથી તેમણે એકબીજા સાથે તસવીરો પણ શેર કરી હતી. હાલમાં જ બંને કલાકારો મોરેશિયસથી તેમનુ ફિલ્મ શેડ્યૂલ પૂરુ કરીને પરત ફર્યા છે. વિદેશથી પરત ફરતા કાર્તિક અને કૃતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સામે આવેલા આ વીડિયોમાં કાર્તિક અને કૃતિ એરપોર્ટ પર એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ઘણા લોકો બંનેના ડેટિંગ વિશે અનુમાન લગાવી રહ્યા છે. ફેન્સ હંમેશા કાર્તિક અને કૃતિની પ્રશંસા કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં હવે આ વીડિયો જોયા બાદ ફેન્સ ફરી એકવાર બંનેની જોડીના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો પર ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, “તેમના સંબંધની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.” અન્ય એક યુઝરે લખ્યું કે, તેઓ એકબીજાને ડેટ કેમ નથી કરતા ? એક ચાહકે કમેન્ટ કરી કે, હવે લગ્ન કરી લો, તમારા ફેન્સને હેરાન ન કરો. ત્યાં અન્ય એક યુઝરે લખ્યું, હવે જલ્દીથી આને ઓફિશિયલ કરો. બીજાએ લખ્યું, “આ બંને એકબીજા સાથે પરફેક્ટ લાગે છે.” થોડા સમય પહેલા, કાર્તિક આર્યને તેના ઇન્સ્ટા પર કૃતિ સાથેની તસવીરો શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું, ‘મોરેશિયસમાં આ સુંદર છોકરીને મળો.’

તેમના શેડ્યૂલ શૂટને પૂર્ણ કર્યા પછી, બંને મુંબઈ પાછા ફર્યા અને તેમની પોસ્ટ શેર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ ઉપરાંત કાર્તિક અને કૃતિના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જોવા મળ્યો. જેમાં તેઓ કારમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. જો કે, વીડિયો બની રહ્યો હતો પછી કાર્તિકે કહ્યું- હું કેમ તને જોઈ રહ્યો છું? આના પર કૃતિએ કહ્યું- કારણ કે તમે છો. અને પછી બંને હસવા લાગ્યા. આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ફેન્સે તેને ડેટ કરવાની સલાહ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એક પ્રશંસકે લખ્યું, ‘એકબીજાને ડેટ કરવાનું શરૂ કરો, અમને ગમશે.’  2019માં તેમની ઑન-સ્ક્રીન જોડી થઈ ત્યારથી, કાર્તિક અને કૃતિએ ઘણા ચાહકોના દિલ જીતી લીધા, જે બાદ તેમને ચાહકોએ Kariti નામ પણ આપ્યુ હતુ. શહેઝાદા ફિલ્મની વાત કરીએ તો, કાર્તિક આર્યન અને કૃતિ સેનન સ્ટારર આ ફિલ્મ અલ્લુ અર્જુનની આલા વૈકુંઠપુરમલુની હિન્દી રિમેક છે.

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)

રોહિત ધવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, અલ્લુ અરવિંદ, એસ રાધા કૃષ્ણ અને અમન ગિલ દ્વારા કરવામાં આવ્યું છે. કાર્તિક અને કૃતિ ઉપરાંત, ફિલ્મમાં મનીષા કોઈરાલા, પરેશ રાવલ, રોનિત રોય અને સચિન ખેડકર પણ મુખ્ય ભૂમિકામાં છે. શહેઝાદા 4 નવેમ્બર, 2022ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે.

Shah Jina