દુનિયાની અજાયબીઓમાં એક તાજ પણ છે અને આ તાજની સુંદરતા સાથે તેને પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે. આગ્રામાં આવેલા આ તાજ મહેલને જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે ત્યારે મંગળવારે તાજની મુલાકાત “લવ આજકલ”ના સ્ટારકાસ્ટ કાર્તિક આર્યન અને સારા અલી ખાને પણ લીધી.

કાર્તિક આર્યન અને સારા અલીખાન તાજ મહેલમાં જયારે પહોંચ્યા ત્યારે ત્યાંની સુંદરતા જોઈને જ સારા ખોવાઈ ગઈ, તેને એ જગ્યા એટલી ગમી કે ફોનમાં અઢળક સેલ્ફીઓ પણ લીધી સાથે કાર્તિકને પણ એ જગ્યા આકર્ષી રહી હતી તેને પણ સારા સાથે ઘણી જ સેલ્ફી લીધી. 54 મિનિટની એ મુલાકાતમાં તેમને 150થી પણ વધારે સેલ્ફી લીધી હતી.

તાજમહેલને જોવા આવેલા પર્યટકો પણ તાજમાં કાર્તિક અને સારાને જોઈને ઉત્સાહિત થઇ ગયા, ચાહકોની ફરમાઈશ ઉપર કાર્તિકે સારાને પોતાની ગોદમાં ઉઠાવી લીધી હતી અને આ દૃશ્ય જોઈને પણ ચાહકો વધુ ઉત્સાહિત થયા અને કાર્તિક અને સારાનું એક નામ કરી “સાર્તિક, સાર્તિક’ ની બૂમો પણ પાડવા લાગ્યા.

પોતાની ગોદમાં ઉઠાવીને કાર્તિકે ફિલ્મી અંદાઝમાં કહ્યું પણ ખરું “વાહ તાજ, વાહ મુહાબ્બત, યે હે લવ આજકલ”. સાંજે 5 વાગે બંને તાજમહેલમાં પ્રવેશ્યા હતા તેની સાથે જ પર્યટકો પણ ખુબ જ રોમાંચમાં આવી ગયા હતા.
સારા અને કાર્તિકને તાજ એટલો પસંદ આવ્યો કે તે બંને એક સીટ ઉપર બેસી ત્યાંથી સેલ્ફી લેતા અને ત્યાંથી ઉભા થઇ બીજી સીટ ઉપર બેસી પાછા સેલ્ફી લેતા, તાજમાંથી નીકળતી સમયે પણ સારાને સંતોષ નહોતો થયો અને નીકળવાના સમયે પણ તેની હજુ 5 મિનિટ એમ કહેતા કાર્તિક સાથે તે પાછા ગયા અને સેલ્ફી લીધી હતી.

કાર્તિક પહેલા પણ તાજ મહેલમાં આવી ગયો હતો તેને પણ કહ્યું કે આ જગ્યા મને આકર્ષે છે, તો સારા સાથે એક જગ્યાએ બેસીને તાજમહેલના ઇતિહાસ વિશે એની મુમતાજની પ્રેમ કહાની પણ તેને જણાવી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.