જીવનશૈલી મનોરંજન

અભિનેતા કાર્તિકે પોતાની મમ્મીને જન્મદિવસ પર ભેંટમાં આપી શાનદાર ગાડી, મુક્તેશ્વર મંદિરના દર્શન પણ કરાવ્યા

ઇન્ટરનેટ ક્રશ બની ચૂકેલા અને થોડા જ સમયમાં મોટી સફળતા મેળવી ચૂકેલા અભિનેતા કાર્તિક આર્યને આગળના દીસવે પોતાની માતાના જન્મદિવસની ખાસ અંદાજમાં ઉજવણી કરી હતી. માતાના આ ખાસ જન્મદિવસના મૌકા પર કાર્તિક પોતાના પરિવાર સાથે મંદિર પહોંચ્યા હતા, આ સિવાય એક શાનદાર ગાડી પણ માતાને ભેંટમાં આપી હતી.

Image Source

આ શાનદાર ગાડીની તસ્વીરો સોશિયલ મડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આખો દિવસ કાર્તિકે પોતાના પરિવાર સાથે જ વિતાવ્યો હતો. પૂરો પરિવાર આ મૌકા પર મુંબઈ જુહુના મુક્તેશ્વર મંદિરે દર્શન માટે પણ પહોંચ્યો હતો.

Image Source

આટલી શાનદાર ભેંટ જોઈને કાર્તિકની માતાની ખુશીનો તો પાર જ રહ્યો ન હતો. તસ્વીરમાં કાર્તિક પોતાની માંતા ની સાથે બેઠેલા દેખાઈ રહ્યા છે. કાર્તિકે આ સમયે સફેદ કપડા પહેરી રાખ્યા છે જયારે કાર્તિકની માતા બ્લેક ડ્રેસમાં ખુબ જ ખુશ દેખાઈ રહી છે.

Image Source

લીલા રંગની આ ગાડી મિની કૂપર છે જેમાં કાર્તિક ડ્રાઈવીંગ સીટ પર માતાની સાથે બેઠેલા છે. આ ગાડીની શરૂઆતી કિંમત 29 લાખ રૂપિયા છે. કાર્તિકાના ચાહકો તેની આ તસ્વીરની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

Image Source

આ સિવાય કાર્તિકે માં ને જન્મદિવસની શુભકામના ખુબ જ ખાસ અંદાજમાં પણ આપી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના બાળપણની એક તસ્વીર શેર કરી હતી જેમાં તેની માતાએ તેને ઊંચકેલો છે અને વાળમાં ચોટલી બનાવેલી છે. આ સાથે કાર્તિકે કૈપ્શનમા લખ્યું કે,”મારી સ્ટાઈલિશ ચોટલીની સાથે માં ને જન્મદિસવની ખુબ ખુબ શુભકામનાઓ’.

Image Source

વર્કફ્રન્ટ ની વાત કરીયે તો કાર્તિક આ સમયે સફળતાના આસમાન પર છે. તેની આગળની ફિલ્મો સોનુ કી ટીટુ કી સ્વીટી, લૂકા છુપી, પતિ પત્ની ઔર વો સુપરહિટ રહી છે. હાલ કાર્તિક કિયારા અડવાણીની સાથે ‘ભૂલ ભુલૈયા-2’ અને જાહ્નવી કપૂરની સાથે ‘દોસ્તાના-2’ માં કામ કરી રહ્યા છે.

Image Source

આ સિવાય તે જલ્દી જ સારા અલી ખાન સાથેની ફિલ્મ ‘લવ આજકાલ-2’ માં પણ જોવા મળશે. ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થઇ ચૂક્યું છે. ઈમ્તિયાઝ અલીના ડાયરેકશનમાં બનેલી આ રોમેન્ટિક ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ શકે તેમ છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ