ગજબ થઇ ગયો ! વિદેશમાં કાર્તિક આર્યનને પોતાની આંખો સામે જોઈને વિશ્વાસ ના કરી શક્યો ચાહક તો કાર્તિકે કહ્યું, “આધાર કાર્ડ આપું ?” જુઓ વીડિયો

કાર્તિક આર્યન તેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ના કારણે ખુબ જ ચર્ચામાં છે. તેણે પોતાના શાનદાર અભિનયના આધારે ફિલ્મને સફળ બનાવવામાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ‘ભૂલ ભૂલૈયા 2’ની સફળતાની ઉજવણી કરવા માટે તે હાલમાં તેની ટીમ સાથે યુરોપમાં રજાઓ માણી રહ્યો છે.

ત્યારે હવે કાર્તિકને યુરોપના રસ્તાઓ પર ચાહકોને સમજાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો કે તે કાર્તિક આર્યન છે. તે લોકો સાથે રમુજી રીતે વાતચીત કરતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. પેપરાજી વિરલ ભયાણીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

વીડિયોમાં એક ફેન કાર્તિક તરફ જતો જોવા મળી રહ્યો છે. કાર્તિક ખાવામાં મગ્ન જોવા મળે છે. ચાહકે કાર્તિકને પૂછ્યું, “શું હું તમારી સાથે તસવીર ક્લિક કરાવી શકું, કારણ કે મારા મિત્રો માની શકતા નથી કે તમે કાર્તિક આર્યન છો ?’ અભિનેતાએ ત્યાં હાજર અન્ય ચાહકોને જવાબ આપ્યો, “હું કાર્તિક છું, આધાર કાર્ડ આપ્યું ?”

ચાહકોએ ખુશ થઈને કહ્યું કે તે કાર્તિક આર્યન છે જ્યારે પહેલા ચાહકે તેની સાથે એક તસવીર ક્લિક કરી હતી. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો કોમેન્ટમાં ફની ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે. તો કેટલાક ચાહકોએ તો યુરોપના ચાહકોને શાંતિથી ખાવા દેવાની વિનંતી કરી હતી. એકે લખ્યું, ‘હાર્ટબ્રેકિંગ વિડિયો.’ જ્યારે અન્ય યુઝરે કોમેન્ટ કરી, ‘કાર્તિક આર્યનની ‘સેન્સ ઓફ હ્યુમર’ બેજોડ છે.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કાર્તિક આર્યન તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ટ્રિપની તસવીરો પણ શેર કરી રહ્યો છે. તેણે ગુરુવારે તેના હોટલના રૂમમાંથી એક તસવીર શેર કરી અને ખુલાસો કર્યો કે બીટલ્સ પણ એક વખત ત્યાં રોકાયા હતા. તેણે લખ્યું, ‘મજાની હકીકત – બીટલ્સ આ રૂમમાં રોકાયા હતા. આશા છે કે કોઈ દિવસ કોઈ એવો ફોટો મૂકશે કે કાર્તિક આર્યન અહીં રોકાયો હતો.

Niraj Patel