કાર્તિક…કાર્તિક… નામ લઇને અભિનેતાના ઘરની બહાર બૂમો પાડી રહી હતી બે છોકરીઓ, પછી એક્સાઇટમેન્ટ જોઇ અભિનેતાએ કર્યુ આ કામ

બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યને બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી પોતાના કરિયરની શરૂઆત કરનાર કાર્તિકે પોતાની એક્ટિંગથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. તે અત્યારે શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક કરી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ ‘ધમાકા’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેનું કામ બધાને ગમ્યું. કાર્તિકની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થઇ રહ્યો છે. કાર્તિક યુવાનોમાં ખાસ કરીને છોકરીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. છોકરીઓ તેની એક ઝલક મેળવવા માટે આતુર હોય છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે છોકરીઓ તેના ઘરની સામે તેના નામની બૂમો પાડી રહી છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે છોકરીઓ કાર્તિક આર્યન પર કેટલો ક્રશ ધરાવે છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે બે યુવતીઓ કાર્તિક આર્યનને બોલાવવાનો પ્રયાસ કરી રહી છે. આ બંને યુવતીઓ કાર્તિકના ઘરની બહાર ઊભી છે અને તેનું નામ લઈને તેને જોરથી બોલાવી રહી છે. બંને કાર્તિકની એક ઝલક મેળવવા માંગે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને ઘણા લોકોએ લાઈક કર્યો છે. સાથે જ કેટલાક યુઝર્સ આ બંનેની મજાક પણ ઉડાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘આ ગાંડપણ છે.’ વીડિયોમાં દેખાતી બે છોકરીઓ કોણ છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, આ પહેલીવાર નથી જ્યારે છોકરીઓ કાર્તિક આર્યનને મળવા તેના ઘરની બહાર આવી હોય. આ પહેલા એક યુવતીએ તેને તેના ઘરની બહાર ઘૂંટણિયે બેસીને પ્રપોઝ પણ કર્યું હતું. બોલિવૂડ સ્ટાર્સ માટે આ વાત નવી નથી.

ચાહકો હંમેશા તેમના મનપસંદ કલાકારોની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે. એક જમાનામાં દેવ આનંદ અને રાજેશ ખન્ના માટે પણ છોકરીઓમાં જબરદસ્ત જુસ્સો હતો. બાદમાં છોકરીઓમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન માટે પણ ક્રેઝ જોવા મળ્યો હતો. શાહરૂખ ખાનને કિંગ ઓફ રોમાન્સ પણ કહેવામાં આવે છે. જો કે, અહીં અમે કાર્તિક આર્યન વિશે વાત કરી રહ્યા છીએ, તો વર્તમાન યુગમાં તે બોલિવૂડનો સૌથી ઝડપથી ઉભરતો એક્ટર છે. અને તે આ સમયે તેના સ્ટારડમનો ભરપૂર આનંદ માણી રહ્યો છે.

વીડિયોની વાત કરીએ તો, બંને છોકરીઓ કાર્તિકના નામની ચીસો પાડી રહી છે- ‘કાર્તિક, પ્લીઝ બહાર આવ.’ આ પછી #KartikAaryan ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો અને યુઝર્સ કાર્તિકને આ છોકરીઓને મળવા વિનંતી કરી રહ્યા છે. આ પછી કાર્તિક તેના ઘરની બહાર આવ્યો. તેણે બંને યુવતીઓ સાથે વાત પણ કરી.

વીડિયોમાં કાર્તિક તેના બંને ફીમેલ ફેન્સ સાથે વાત કરતો જોવા મળે છે. તે તેને પૂછે છે કે તે ક્યાંથી આવી છે? આના પર બંને છોકરીઓ તેમને જવાબ આપે છે અને એ પણ કહે છે કે તે તેમની મોટી ફેન છે. તેમના મનપસંદ અભિનેતાને સામે જોઈને તેમની ખુશીનો કોઈ પાર નથી.

આ પહેલા વાયરલ થયેલા વીડિયોમાં કાર્તિકના ઘરની બહાર બે છોકરીઓ જોવા મળી રહી છે. બંને કહી રહ્યા છે, ‘કાર્તિક પ્લીઝ બહાર આવ.. પ્લીઝ.’ અભિનેતા પ્રત્યેનો તેમનો જુસ્સો સ્પષ્ટ દેખાય છે. યુઝર્સે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો અને કાર્તિકને આ છોકરીઓને મળવા વિનંતી કરી. આ સાથે ઘણા ચાહકો એવું પણ કહી રહ્યા છે કે કાર્તિકની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે.

તાજેતરમાં કાર્તિકના કેટલાક ફોટા અને વીડિયો સામે આવ્યા હતા, જેમાં તે ક્રિકેટ રમતા જોવા મળ્યો હતો. ચાહકો તેને જોઇ ઉત્સાહિત હતા કે હવે કાર્તિક પણ કદાચ ફિલ્મમાં ક્રિકેટ રમતો જોવા મળશે. પરંતુ થોડા જ સમયમાં સામે આવ્યું કે તે ફોટા-વિડિયો એક જાહેરાતના શૂટ દરમિયાનના છે. જો કે તે જાહેરાત ચાહકોને પણ પસંદ આવી હતી, પરંતુ નોંધનીય છે કે કાર્તિક આર્યનનું નામ એવા કેટલાક સ્ટાર્સમાં સામેલ છે જેમણે પોતાના દમ પર પોતાનું એક મોટું સ્થાન બનાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

કાર્તિકે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેને પ્યાર કા પંચનામાથી ખ્યાતિ મળી છે. કાર્તિક હાલમાં જ ફિલ્મ ધમાકામાં જોવા મળ્યો હતો અને જો આપણે તેની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, ‘ભૂલ ભુલૈયા 2’, ‘ફ્રેડી’, ‘કેપ્ટન ઈન્ડિયા’ અને ‘શહેજાદા’ તેની આગામી ફિલ્મોની યાદીમાં સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina