ગુજરાતીઓમાં જો ક્યાય ફરવા જવાની વાત નીકળે તો આ ચોમાસાની સીઝનમાં એક જ સ્થળ હૈયે અને હોઠે આવે. એ છે ‘ગોવા’. હા ગોવા છે જ એવી જગ્યા.. જ્યાં ભલભલાને જવાનું મન થાય જ. એમ પણ ગોવા જવાના પ્લાન્સ દરૅક ગુજરાતી યુવાન મિત્રોએ બનાવ્યા હશે પણ આ પ્લાન કોઈને કોઈ કારણોસર કેન્સલ થઇ જ જતો હોય છે. અને આ પ્લાન્સ કેન્સલ થવાનું મુખ્ય કારણ ઓછું બજેટ પણ હોય છે.

બજેટ ઓછું હોય તો ગોવા કેમ જવું? જો આ પ્રશ્ન તમને પણ સતાવતો હોય તો એકદમ સરળ રસ્તો છે, જે છે ટ્રેનનો. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરલ અને તામિલનાડુ સહિતના છ રાજ્યોને સાંકળતી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગાંધીધામ-તીરૂનેલવેલી હમસફર એક્સપ્રેસ તમારા માટે જ છે.
હા, સાવ સાચું છે આ. જો તમે ભારતીય રેલવેની ટ્રેન હમસફર એક્સપ્રેસમાં ફરવા જાવ તો ઓછા બજેટમાં આરામથી ગોવા પહોંચી શકો છો અને બિન્દાસ થઈને ગોવાની મજા માણી શકો છો.

આ ટ્રેન અતિ આધુનિક સુવિધાઓથી સજજ છે. આ ટ્રેનમાં દરેક કોચમાં ચા-કોફી અને નાસ્તાની સુવિધાઓ છે. આ ઉપરાંત સી.સી.ટી.વી કેમેરા, ચર્જિંગ પોઈન્ટ, સ્મોક ડિટેકશન તેમજ સુપરવિઝ્ન સિસ્ટમ તો ખરી જ. હમસફર ટ્રેનમાં બીજી બધી ટ્રેનો કરતાં વધારે અને અલગ સુવિધાઓ છે આ સુવિધાઓના કારણે જ આ ટ્રેન બીજી ટ્રેનો કરતાં અલગ પડે છે અને એટ્લે જ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ ટ્રેનમાં સાઈડ બર્થ ઢાંકવા માટેના પડદાઓ પણ આપેલા છે. જેથી કોઈ પેસેંજરને પરેશાની ના થાય તે માટે. આ ટ્રેન દિવ્યાંગ લોકો માટે આશીર્વાદરૂપ છે. કેમકે આ ટ્રેનમાં બર્થ નંબર અને કોચ નંબર બ્રેઇન લીપીમાં પણ લખ્યા છે. જેથી કોઈ દિવ્યાંગને કોઇની મદદ લીધા વગર આરામથી પોતાનો કોચ નંબર અને બર્થ નંબર શોધી શકે. ઘણી બધી સગવડો અને ઘણું બધુ વિચારીને બનાવેલી આ ટ્રેન ભારતની એવી પ્રથમ ટ્રેન છે. જેમાં આટલી અધતન સગવડતાઓ રાખવામા આવી છે.

હમસફર એક્સપ્રેસ ટ્રેનમા બધા કોચ 3 ટાયર એસીના હશે. અને સાથે જ પેન્ટ્રી કાર પણ હશે. આ ટ્રેન ગાંધીધામથી અમદાવાદ, વડોદરા, સુરત, વસઇ રોડ, પનવેલ, રત્નહારી, મડગાંવ, કસવર, મેંગલોર, કોઝિકોડ, શોરાનુર, એર્નાકુલમ, અને તિરુવનંતપુરમ સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેન અઠવાડિયાના દર સોમવારે સાંજે 7:10 ના તમને અમદાવાદ રેલવે સ્ટેશનથી મળશે. અને બીજા જ દિવસે બપોર સુધીમાં તમે પહોંચી જશો ગોવા. જો તમારો પ્લાન ગોવા વધારે રોકાવાનો નથી તો આ જ ટ્રેન તમને શુક્રવારે સવારે 11:30 કલાકે મડગાંવથી મળી રહેશે.

તમે ગોવા જશો આ ટ્રેનમાં તો રસ્તામાં તમે ગોવા સિવાય પણ ઘણા એવા સ્થળો જોઈ શકશો જે તમે તમારી લાઈફમાં ક્યારેય ફોટાઓ સિવાય લાઈવ તો જોયા જ નહી હોય. આ ટ્રેનનો રૂટ જ એવો ચૂઝ કર્યો છે કે પ્રવાસીઓ મન મૂકીને આ રૂટની મજા માણી શકે!!
જેને નાના બાળકો સાથે ગોવાની ટૂર કરવી છે એમના માટે તો ફૂલ સગવડતા છે આ ટ્રેનમાં. ભારતની આ પહેલી એવી ટ્રેન છે જેમાં બાળકોના નેપકિન બદલવાની સગવડતા છે. છે ને આનંદની વાત? તો રાહ શું કોની જોવાની લઈ જાવ તમારા બાળકોને સાથે, કરાવી દો ફટાફટ બુકિંગ…!!

અમદાવાદથી આ ટ્રેન વડોદરા, સુરત થઈને પનવેલથી આગળ જશે તો છેક મડગાંવ સ્ટેશન સુધી તમને વાઇલ્સ ફ્લાવર્સ, ગાઢ વૃક્ષો અને રંગબેરંગી પતંગિયાઓ જોવા મળશે. ટ્રેનની સગવડતાની સાથે સાથે મન મૂકીને કુદરતને પણ માણી શકશો. મુસાફરી દરમ્યાન તમને નીરવ શાંતિનો આહલાદક અનુભવ થયા વગર તો નહી જ રહે. આવી રીતે તમે પ્રકૃતિને માણતા માણતા આ હમસફર ટ્રેનમાં પહોંચી જશો મડગાંવ. ને આવી ગયું તમારું ગોવા. એ પણ ઓછા બજેટમાં.. તો વધારે વિચારો નહી, આ ચોમાસાના સોનેરી દિવસોમાં માણો ગોવાના બીચ પરનો રોમાંચકને આહલાદક અનુભવ.
જો તમારો ગોવા ત્રણ-ચાર દિવસ રોકાવાનો પ્લાન હોય તો ગોવાથી પાછા ફરવા માટે પણ આ ટ્રેન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ ટ્રેન દર શુક્રવારે સવારે 11.30 કલાકે મડગાંવ આવી પહોંચશે, અને દસ મિનિટ રોકાઈને 11.20 કલાકે ગાંધીધામ જવા માટે રવાના થશે, અને બીજા દિવસે સવારે સવા સાત વાગ્યે તમને અમદાવાદ ઉતારી દેશે.

અમદાવાદથી ગોવાના મડગાંવ સ્ટેશન વચ્ચેનું અંતર 1207 કિલોમીટર થાય છે. જેને આ ટ્રેન વીસેક કલાકમાં કવર કરી લે છે. આ ટ્રેનની સૌથી મજેદાર વાત એ છે કે, અમદાવાદથી મુંબઈ વચ્ચેના રુટમાં તે રાતના સમયે દોડે છે, મતલબ કે જેને તમે ઘણીવાર જોઈ ચૂક્યા છો તે રુટ પર દિવસે પસાર થવાની જરુર નથી, પરંતુ જેને જોવાની ખરી મજા છે તેવા પનવેલથી મડગાંવ સુધીના રુટ પર આ ટ્રેન જતા અને આવતા એમ બંને સમયે દિવસે પસાર થાય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks