બે છોકરાઓએ સ્કૂલમાં મચાવ્યો હોબાળો, સ્કૂલના ખૂણે-ખૂણામાં કરી એવી હરકત કે હવે શોધી રહી છે પોલિસ

દેશભરમાંથી અવાર નવાર અત્યંત ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર સ્કૂલમાં છોકરાઓ એવી હરકત કરી બેસે છે કે તેને જોઇને બધા આશ્ચર્યચકિત રહી જતા હોય છે. સ્કૂલમાંથી ઘણીવાર છોકરાઓની બદમાશીઓ પણ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં એક સ્કૂલનો મામલો સામે આવ્યો છે, જેમાં શાળાના પરિસરમાં અને તેની આસપાસ બદમાશોએ દરેક જગ્યાએ લાલ રંગથી સોરી લખી દીધું હતુ. શાંતિધામ સ્કૂલ તરફ જતા સીડીઓ, દિવાલો અને રસ્તા પર ‘સોરી’ લખેલું જોઈને સૌને આશ્ચર્ય થયું હતુ. પશ્ચિમ બેંગલુરુના ડીસીપી ડૉ. સંજીવ પાટીલે એએનઆઇને જણાવ્યું હતું કે CCTV ફૂટેજમાં બાઇક સવાર બે લોકો જોવા મળ્યા છે. તેમને ઓળખવા અને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ છે.

રીપોર્ટ્સ અનુસાર મંગળવારે સવારે શાળાની સીડીઓ, દિવાલો અને શેરીઓ પર લાલ અક્ષરથી સોરી લખેલુ જોઈ સ્થાનિક રહેવાસીઓ અને શાળાના અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટર એકાઉન્ટ પર આ ઘટનાની કેટલીક તસવીરો શેર કરી છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, ‘સનાકડકટ્ટે, બેંગલુરુ, કર્ણાટકમાં એક ખાનગી શાળાના પરિસરમાં અને તેની આસપાસની શેરીઓ પર સોરી લખેલુ જોવા મળ્યુ હતુ.પોલીસે જણાવ્યું હતું કે શાળાના સત્તાવાળાઓને શંકા છે કે આવું કરનાર કેટલાક વિદ્યાર્થીઓ છે.

જેઓ અસ્વસ્થ હશે કે તેમના શાળા પ્રશાસન દ્વારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું નથી. પોલીસે જણાવ્યું હતું કે આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. સીસીટીવી ફૂટેજમાં બે યુવકો બાઇક ચલાવતા જોવા મળે છે. આ પછી તેઓ મોટી બેગમાંથી પેઇન્ટ કાઢીને શાળાની આસપાસ સોરી લખીને ભાગી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે બે યુવકો મોટરસાઇકલ પર ફૂડ ડિલિવરી બેગ લઈને આવ્યા હતા અને સ્પ્રે પેઇન્ટથી ‘સોરી’ લખીને ભાગી ગયા હતા. પોલીસને શંકા છે કે આમાં કોઇ પ્રેમીનો હાથ પણ હોઈ શકે છે.

તમને જણાવી દઈએ કે આ ઘટનાના ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. દરેક જણ વિચારી રહ્યા છે કે સોરી લખવાનું કારણ શું હોઈ શકે. સ્કૂલના સ્ટાફે ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે પોલીસે આ મામલે તપાસ કરવા માટે સ્કૂલના સીસીટીવી ફૂટેજ લીધા છે. મુખ્ય માર્ગથી શાળા તરફ જતા રસ્તા પર ઓછામાં ઓછી 100 વખત સોરી લખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના કર્ણાટકના બેંગલુરુ શહેરના એક વિસ્તારની એક ખાનગી શાળામાંથી સામે આવી છે.

Shah Jina