પાર્કિંગને લઇને આ યુવતિ સાથે પોલિસે ઝીંકી દીધી જોરદારની થપ્પડ, જુઓ વીડિયો

રસ્તા પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર રાહદારી અને પોલિસ વચ્ચે ચર્ચા એ સામાન્ય બાબત છે. જો કે, આ ચર્ચા એક મારામારીનુ રૂપ લઇ લે તો ? મીડિયા પર તો આ વાયરલ થઇ જાય છે. આવો જ એક મામલો કર્ણાટકના માંડ્યા શહેરમાંથી સામે આવ્યો છે.

કર્ણાટકના માંડ્યા શહેરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, સ્કૂટી સવાર યુવતિની પોલિસકર્મીઓ સાથે ચર્ચા થઇ રહી છે. આ સાથે જ છોકરી મોબાઇલ ફોન પર વાત કરી રહી છે. આ યુવતિ તેની સ્કૂટી છોડવા તૈયાર નથી તો આ ચર્ચા વચ્ચે એક મહિલા પોલિસક્મી તેને લાફો ઝીંકી દે છે.

કર્ણાટકના માંડ્યા શહેરમાં નો પાર્કિંગ વિસ્તારમાં સ્કૂટી ઊભી રાખનાર યુવતિની પોલિસ સાથે ચર્ચા થઇ જાય છે. આ વચ્ચે એક મહિલા પોલિસ તેને થપ્પડ મારી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, યુવતિ તેની સ્કૂટી પર સવાર છે અને તે મોબાઇલ ફોન પર કોઇના સાથે વાત કરી રહી છે. આ દરમિયાન તેની પોલિસકર્મીઓ સાથે ચર્ચા થઇ જાય છે. વીડિયોમાં એ પણ જોઇ શકાય છે કે, 2 પોલિસકર્મીઓ સાથે આ યુવતિ ચર્ચા કરી રહી છે અને તેમને આંગળી પણ બતાવી રહી છે.

એવું જણાવવામાં આવે છે કે, હાલમાં જ અહીં પોલિસે નો પાર્કિંગ વિસ્તારમાં ઊભી રાખનાર ગાડીઓ સામે અભિયાન ચલાવી રહી છે. આ યુવતિની સ્કૂટી પણ નો પર્કિંગ વિસ્તારમાં છે. બંને પોલિસકર્મી જયારે સ્કૂટીને સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરવા જાય છે ત્યારે આ યુવતિ તેમને સતત રોકી રહી છે. આ ચર્ચા વચ્ચે એક મહિલા પોલિસકર્મી યુવતિને લાફો મારી દે છે.

ત્યાર બાદ એક અન્ય પોલિસકર્મી પહોંચી યુવતિને ગાડીથી હટાવી દે છે. આ દરમિયાન તે બંને વચ્ચે ખૂબ જ ચર્ચા થાય છે અને ત્યાં ઘણા લોકોની ભીડ પણ એકત્ર થઇ આ યુવતિ અને પોલિસકર્મીઓ વચ્ચેની ચર્ચાને જોઇ રહી છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર માંડ્યા શહેરમાં આ ઘટના ગત 7 માર્ચે બની હતી. લોકોએ આ ઘટનાને મહિલા દિવસ સાથે જોડવાની પણ કોશિશ કરી હતી. યુવતિની ઉંમર નાની હોવાને કારણે પોલિસે કોઇ વધુ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો હતો.

જુઓ વીડિયો :-

Shah Jina