બહુ જ ભારે દુઃખદ સમાચાર: પહેલી પોસ્ટિંગ લેવા જઇ રહેલા 26 વર્ષિય IPS અધિકારીનું રોડ એક્સીડન્ટમાં મોત

હે ભગવાન આ શું થઇ ગયું, પહેલી પોસ્ટિંગ પર જોઇન કરવા જઇ રહ્યા હતા ટ્રેની IPS ઓફિસર, રોડ અકસ્માતમાં થયુ મોત

એક ટ્રેની IPSનું માર્ગ મોત થઇ ગયુ હોવાની ખબર સામે આવી રહી છે. કર્ણાટક કેડરના 2023 બેચના અધિકારી હર્ષવર્ધન પોતાની સરકારી કારમાં મૈસૂરથી હાસન જઈ રહ્યા હતા. આ દરમિયાન હાસનથી લગભગ 10 કિલોમીટર દૂર કિટ્ટાને નજીક સાંજે 4:20 વાગ્યે દુર્ઘટના થઈ. હર્ષવર્ધન કર્ણાટક પોલીસ એકેડેમીમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ હાસન જિલ્લાના હોલેનરસીપુર ખાતે પ્રોબેશનરી ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવવા માટે જઈ રહ્યા હતા.

ત્યારે હાસન-મૈસૂર રોડ પર હાસનના કિટ્ટાને પાસે તેમની કારનું ટાયર ફાટી ગયું અને ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યા બાદ વાહન રસ્તાની બાજુમાં આવેલ એક ઘર સાથે અથડાયુ. અકસ્માતમાં હર્ષવર્ધન ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોએ તેમને બચાવી લીધા હતા અને હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે તેમની હાલત બગડતી જોઈને તેમને ગ્રીન કોરિડોર દ્વારા બેંગલુરુ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી. જો કે આ દરમિયાન તેમનું મોત નીપજ્યું.

અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે અને તેની સારવાર ચાલી રહી છે. હર્ષવર્ધન મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના દોસર ગામના નિવાસી હતા.તેમણે હાલમાં જ મૈસૂર સ્થિત કર્ણાટક પોલિસ એકેડમી (KPA)માં ચાર અઠવાડિયાની તાલીમ પૂર્ણ કરી હતી અને તે એડીજીપી ટ્રેનિંગના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ તરીકે તેમની પ્રથમ નિમણૂક લેવા હાસન જઈ રહ્યા હતા.

Shah Jina