VIDEO: ખેડૂતોએ રસ્તા ઉપર ફેંકી દીધા કેટલાય કિલો ટામેટા, કારણ જાણીને તમે પણ દુઃખી થઇ જશો

તાઉ-તે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોના આંબાવાડિયા વેર વિખેર થતા આપણે વીડિયોમાં જોયા છે. પરંતુ આ દરમિયાન સસોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ઢગલાબંધ ટામેટા રસ્તા ઉપર ફેંકી રહ્યો છે.

આ મામલો કર્ણાટકના કોલારનો છે. જ્યાં એક ખેડૂતે કેટલાય કિલો ટામેટા રસ્તા ઉપર ફિણકી દીધા. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ખેડૂતનું આમ કરવા પાછળનું કારણ ટામેટાના યોગ્ય ભાવ ના મળવા છે. તેને 15 કિલો ટામેટા માટે 2 રૂપિયા મળી રહ્યા હતા. એવામાં ખેડૂત માટે ખોટી જ નહીં પરંતુ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની રહ્યો હતો.

આ વીડિયો ગુરુવારના રોજ ટ્વીટર યુઝર્સસ keypadguerilla દ્વારા શેર કરવામાં આવ્યો હતો. સાથે જ તેમને કેપશનમાં લખ્યું હતું કે, “કર્ણાટકના કોલારમાં એક ખેડૂત પોતાના ટામેટાના પાકને રસ્તા ઉપર ફેંકતો જોવા મળ્યો. કારણ કે તેને પાકનો યોગ્ય ભાવ નહોતો મળી રહ્યો. તને 15 કિલોના બે રૂપિયા મળી રહ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે તેમને ભારે નુકશાન થઇ રહ્યું છે.  કારણ કે તેનાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ નથી નીકળી શકતો.”

સોશિયલ મીડિયામાં હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો તેમાં કોમેન્ટ કરીને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.  ઘણા લોકોનું કહેવું છે કે અહીંયા ટામેટા 20-30 રૂપિયે કિલો મળે છે અને ત્યાં ખેડૂતોના આવી હાલત છે.

Niraj Patel