માથુ ફરેલા આશિકે યુવતિની ચાકુ મારી કરી હત્યા, પ્રેમ પ્રસ્તાવ ઠુકરાવાને કારણે આરોપી હતો નારાજ, સૂતેલી યુવતિની કરી હત્યા- જુઓ તસવીરો

કર્ણાટકના હુબલીમાં એક ચોંકાવનારી ઘટનામાં બુધવારે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે એક યુવતીના ઘરમાં ઘુસીને તેના પર છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી. આરોપીએ અગાઉ છોકરીને ધમકી આપી હતી કે તેની પણ નેહા હિરેમથ જેવી હાલત થશે, જેની તાજેતરમાં હુબલીમાં કોલેજ કેમ્પસમાં નિર્દયતાથી છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી 5.30 વાગ્યે યુવતીના ઘરમાં ઘૂસી ગયો અને સૂતેલી યુવતિ પર હુમલો કર્યો.

પરિવારના સભ્યોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ તે યુવતીની હત્યા કરીને નાસી છૂટવામાં સફળ રહ્યો. તે સમયે ઘરમાં યુવતિની દાદી અને બે બહેનો હાજર હતી. આરોપીએ યુવતિને આખા ઘરમાં ઘસેડી અને લાતો મારી. આ પછી ચાકુથી વાર કર્યા અને ભાગી ગયો. આ ઘટના બેંદીગેરી પોલીસ સ્ટેશનના વીરપુરા ઓની વિસ્તારમાં બની હતી. મૃતક મહિલાની ઓળખ અંજલિ અંબિગેરા તરીકે થઈ છે.

આરોપીની ઓળખ વિશ્વા ઉર્ફે ગિરીશના રૂપમાં થઇ છે. MCAની વિદ્યાર્થિની નેહા હિરેમથની હત્યા બાદ આવી વધુ એક ઘટનાએ શહેરને ચોંકાવી દીધું છે. વિશ્વા હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે તેણે અંજલિને ધમકી આપી હતી કે જો તે તેની વાત નહીં માને તો તેને નેહા હિરેમથ જેવું પરિણામ ભોગવવું પડશે.

તે અંજલીને પરિવારને જાણ કર્યા વિના તેની સાથે મૈસુર જવા માટે બ્લેકમેલ કરતો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ચોરીના ગુનામાં ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. અંજલિની દાદીએ થોડા દિવસો પહેલા પોલીસને આરોપી તરફથી મળતી ધમકીઓ વિશે જાણ કરી હતી, પરંતુ પોલીસે ફરિયાદને ગંભીરતાથી લેવાને બદલે તેને વધુ ચિંતા ન કરવાની સલાહ આપીને પરત મોકલી દીધી હતી.

Shah Jina