લગ્ન નવ દંપતી કાર લઈને ગયું હતું હનીમૂન મનાવવા પરંતુ રસ્તામાં કાળ બનીને આવી ટ્રક અને બંનેને ભરખી ગયો, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

લગ્નના 25 દિવસ પણ નહોતા થયા અને એ પહેલા જ મળી ગયું મોત, હનીમૂન મનાવવા ગયું હતું નવ દંપતી….બંનેની લાશો જોઈ પરિવાર ધ્રુજી ગયો

દેશભરમાં ઠેર ઠેર અકસ્માતના ઘણા બધા બનાવો સામે આવી રહ્યા છે. ઘણા માસુમ લોકો પણ ઘણીવાર આવા અકસ્માતનો ભોગ બનતા હોય છે અને કેટલીકવાર તો એવું પણ બનતું હોય છે કે પરિવારમાં ખુશીઓ વ્યાપેલી હોય અને ત્યારે જ કોઈનું અકસ્માતમાં નિધન થયું હોવાની ખબર આવે, ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી છે.

આ મામલો સામે આવ્યો છે રાજસ્થાનથી જ્યાં બીકાનેર રોડ પર ભોજુસર કુંડિયા પાસે ગુરુવારે રાત્રે ટ્રક સાથે અથડાતા કાર સવાર દંપતીનું મોત નીપજ્યું હતું. માર્ગ અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ સ્ટેશનના અધિકારી બલરાજ સિંહ માન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કારમાં બેઠેલા નવપરિણીત યુગલને ગંભીર રીતે ઘાયલ હાલતમાં સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં તબીબોએ બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી બિકાનેર રીફર કર્યા હતા. પરંતુ રસ્તામાં જ દંપતીનું મોત નીપજ્યું હતું. સવારે 4 વાગ્યે બંનેના મૃતદેહ સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા હતા અને સગાસંબંધીઓ આવ્યા બાદ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ સ્વજનોને સોંપ્યા હતા.

આ બાબતે મળતી માહિતી મુજબ નવપરિણીત યુગલના 25 દિવસ પહેલા લગ્ન થયા હતા. જેઓ હનીમૂન માટે રાજસ્થાન ફરવા આવ્યા હતા. હરિયાણાના ડબકૌલીના રહેવાસી સંજીવ કુમારના પુત્ર ઋષિપાલ જાટે પોલીસ રિપોર્ટ આપતા જણાવ્યું કે મારો નાનો ભાઈ 25 વર્ષીય વિશાલ કુમાર અને તેની 24 વર્ષીય પત્ની નેહા 21 ફેબ્રુઆરીના રોજ કારમાં રાજસ્થાન ફરવા નીકળ્યા હતા. . ગુરુવારે રાત્રે બિકાનેરથી નીકળીને ગામ તરફ આવીને ભોજુસર બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો ત્યારે સામેથી એક ટ્રક ચાલકે બેફામ ઝડપે ચલાવી કારને ટક્કર મારી હતી. જેના કારણે તેના ભાઈ અને ભાઈની પત્નીનું મોત થયું હતું. સંબંધીઓના રિપોર્ટના આધારે પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Niraj Patel