ખબર

અમદાવાદના આ 13 વર્ષના ટેણીયાએ સર્જ્યો વિશ્વ વિક્રમ, ફાસટેસ્ટ ડ્રમર ઓફ ઈન્ડિયા’ બનીને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયામાં નામ નોંધાવ્યું

ઘણા બાળકોમાં કંઈકને કંઈક પ્રતિભા છુપાયેલી હોય છે, પરંતુ જરૂર છે તેને બહાર લાવવાની. ઘણા માતા પિતા પોતાના બાળકની આ પ્રતિભાને ઓળખી પણ લે છે અને તેને બહાર લાવવાનો પૂરતો પ્રયત્ન પણ કરે છે. પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે માતા પિતાના સપના કંઈક જુદા હોય છે અને બાળકનું લક્ષ કંઈક અલગ જેના કારણે ઘણા બાળકો પણ આગળ નથી વધી શકતા.

આજે અમે તમને ગુજરાતના એક એવા જ પ્રતિભાશાળી બાળક વિશે જણાવીશું જેને માત્ર 13 વર્ષની ઉંમરમાં જ વિશ્વ વિક્રમ સ્થાપિત કરી દીધો. એ પ્રતિભાશાળી બાળકનું નામ છે કર્મન સોની. જે આજે નાની ઉંમરનો ફાસટેસ્ટ ડ્રમર છે.

કર્મન બોપલમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી છે અને ધોરણ 8 માં અભ્યાસ કરે છે. આટલી નાની ઉંમરમાં જ ડ્રમ ઉપર 1 મીનીટમાં 2357 બિટ્સ પ્લે કરીને તેને ઈન્ડિયા વર્લ્ડ રેકોર્ડમાં નામ મેળવી લીધું છે. તે છેલ્લા 5 વર્ષથી ડ્રમ વગાડે છે. અને નિયમિત 4 કલાક ડ્રમ વગાડે છે.

કર્મન વર્ષ 2016થી 2020ની વચ્ચે લંડનની ટ્રિનિટી કોલેજમાંથી ડ્રમ કીટમાં શાસ્ત્રીય અને જેઝ પ્રેક્ટિકલ પરીક્ષાની કુલ 6 પરીક્ષાઓ પાસ કરીને “ફાસટેસ્ટ ડ્રમર ઓફ ઈન્ડિયા’”બનીને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયામાં નામ નોંધાવેલ છે. તે ભારતનો પહેલો નાની ઉંમર નો ફાસટેસ્ટ ડ્રમર છે કે જેને ટોપ 5 માં જગ્યા બનાવી. તથા તેની નોંધ વિકિપીડિયાએ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તરીકે કર્મન સોનીનું નામ માનનીય કરેલ છે