ખબર

મોટો ખુલાસો: વડોદરાના કરજણમાં આ 6-6 નરાધમોએ પરિણીત મહિલાનો બળાત્કાર અને હત્યા કર્યા બાદ હજુ એક ખરાબ કામ કર્યું

ડેશન ઇન્દર મહિલાઓ સુરક્ષિત નથી તેની ઘણી જ ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે, ત્યારે હવે આવી ઘટનાઓમાં ગુજરાત પણ બાકાત નથી રહ્યું, સોશિયલ મીડિયા અને સમાચારમાં ગુજરાતમાંથી પણ ઘણી જગ્યાએ મહિલાઓ સાથેના અત્યાચારની ખબર આવવા લાગી છે, ત્યારે હાલ વડોદરા પાસેના કરજણમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાની એકલતાનો લાભ લઇ 6 નરાધમોએ પરણિતા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, અને દુષ્કર્મ આચાર્ય બાદ મહિલાની હત્યા પણ કરી દેવામાં આવી હતી. ત્યારે એલસીબી અને એસઓજીએ ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ આચરનારા 6 નરાધમોને ઝડપી પાડ્યા હતા.

આ ઘટના 16 ઓગસ્ટના રોજ બની હતી. પાદરા ગામની પરણિતા તેના પતિ સાથે અણબનાવ થવાના કારણે તેના બે બાળકોને લઈને પિયર જ રહેતી હતી. સોમવારના રોજ સાંજના સમયે પરણિતા રાબેતા મુજબ ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગઇ હતી. જ્યાં વાસનાના ભૂખ્યા 6 પરપ્રાંતીઓ મહિલા ઉપર તૂટી પડ્યા હતા. અને દુષ્કર્મ આચર્યું હતું.

પરણિતા સાથે દુષ્કર્મ આચાર્ય બાદ મહિલાને ગળે ટુંપો આપીને મોતને ઘાટ પણ ઉતારી દીધી હતી. મોડી રાત સુધી મહિલા ઘેર ન આવતા શોધખોળ કરાઇ હતી. પરિવારે મહિલાના મોબાઇલ પર રીંગ કરતાં શોધમાં નિકળ્યો ત્યારે ખેતરમાં ફોનની રીંગ સંભળાઇ હતી જ્યાં મહિલાની લાશ મળી આવી હતી. જેના બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદ નોંધાયા બાદ પોલીસ અધિકારીઓની ટીમના ડીવાયએસપી કલ્પેશ સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર ડી. બી. વાળા, એમ એમ પટેલ, એમ એમ રાઠોડે આ દિશામાં આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જીલ્લા પોલીસવડા સુધીરકુમાર દેસાઇની સૂચના મુજબ વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ડી.બી. વાળા, અને કરજણ પીઆઇ એમ.એ. પટેલે પોતાના સ્ટાફ, ડોગસ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તપાસ શરૂ કરી હતી.

આ સમગ્ર ઘટનાના 48 કલાકમાં જ જિલ્લા પોલીસ વડા સુધીરકુમાર દેસાઈની સૂચનાથી પોલીસે હવસખોર છ પરપ્રાંતિઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. પકડાયેલા 6 આરોપીઓએ પોતાનો ગુન્હો પણ કબૂલી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.