ખતરો કે ખિલાડી સીઝન 10ની વિજેતા બની કરિશ્મા તન્ના, છલકાઈ ગયા આંસુ, ઈનામમાં મળ્યા 20 લાખ અને ગાડી

કલર્સ ઉપર પ્રસારિત થતું ખતરો કે ખિલાડી દર્શકોનો ખુબ જ ગમતો શો હતો, આ શોની અંદરના સ્ટન્ટ લોકોને ઉત્સાહિત કરતા હતા. આ વર્ષે ખતરો કે ખિલાડી સીઝન-10 ચાલી રહ્યું હતું. અને તેના વિજેતા કોણ બનશે તેની પણ દર્શકોમાં ઉત્સુકતા દેખાઈ રહી હતી.

Image Source

ખતરો કે ખિલાડી સીઝન 10માં ઘણા સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમાંથી ફાઇનલ વિજેતા કરિશ્મા તન્ના જાહેર થઇ છે. આ સીઝન તેને જીતી લીધું છે. દર્શકો કરિશ્મા વિજેતા બનશે તેવી આશા પણ રાખી રહ્યા હતા, અને પરિણામ પણ એજ આવ્યું.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

આ શોનું 10મુ સીઝન ખુબ જ રસપ્રદ રહ્યું પરંતુ કોરોના સંક્રમણના કારણે તેને વચ્ચે જ રોકી દેવામાં આવ્યું હતું. હવે જયારે અનલોકની પ્રક્રિયા શરૂ થયા બાદ શોના નવા એપિસોડનું શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું,. શનિવારે રાત્રે 10 વાગે શોનો ફિનાલે એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો જેની અંદર રોહિત શેટ્ટીએ વિજેતાના નામની જાહેરાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કલર્સ ચેનલ દ્વારા જ વિજેતાના નામની જાણકારી આપવામાં આવી અને લખવામાં આવ્યું કે “ભાઈઓ અને બહેનો અદભુત ખેલાડી #KKK10 વિજેતા કરિશ્મા તન્ના માટે તાળીઓ વગાડો.”

એક સ્ટન્ટ કરવા દરમિયાન કરિશ્મા તન્નાએ કહ્યું હતું કે “કોઈ છોકરીએ ખતરો કે ખિલાડીની ટ્રોફી ઘણા સમયથી નથી જીતી. હું આ ટ્રોફી જીતવા માંગુ છું” કરિશ્માનું આ સપનું પણ પૂરું થઇ ગયું.

Image Source

વિજેતા બનવા ઉપર કરિશ્માને 20 લાખ રૂપિયા, ટ્રોફી અને એક મારુતિની ગાડી આપવામાં આવી હતી. કરિશ્મા ટીવી જગતનું એક મોટું નામ છે. તેને ઘણી ધારાવાહિકોમાં કામ કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

WordPress database error: [Can't create/write to file '/tmp/#sql_7eba_0.MAI' (Errcode: 30 "Read-only file system")]
SHOW FULL COLUMNS FROM `wp_postmeta`