48 વર્ષની કરિશ્મા કપૂરે શેર કરી અત્યાર સુધીની સૌથી બોલ્ડ તસવીર, બેકગ્રાઉન્ડમાં જોવા મળ્યુ એવું કે લોકોની અટકી ગઇ નજર

Karishma Kapoor Wearing Bikini : 90ના દાયકાની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂર માત્ર તેની એક્ટિંગને કારણે જ નહીં પરંતુ તેની સુંદરતાના કારણે પણ લોકોના દિલ પર રાજ કરે છે. આજે પણ ચાહકો તેની સુંદરતાના દિવાના છે. કરિશ્માએ તેના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આજે ભલે તે એક્ટિંગથી દૂર હોય, પરંતુ તે અવાર નવાર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે.

ત્યારે હાલમાં કરિશ્મા તેની એક તસવીરને કારણે ચર્ચામાં આવી છે. જે ખૂબ જ બોલ્ડ છે અને આ તસવીર જોઇ તેના ફેન્સ પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. 48 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીર શેર કરીને ચાહકોના હોશ ઉડાવી દીધા છે. કરિશ્મા કપૂરે જે તસવીર શેર કરી છે, તેમાં તે બિકિની ટોપમાં જોવા મળી રહી છે,

આ દરમિયાન તે સેલ્ફી લઇ રહી છે અને કરિશ્મા બીચ સાઇડ પર જોવા મળી રહી છે. આ તસવીરમાં કરિશ્માની બોલ્ડનેસ ખાસ ચર્ચાનો વિષય છે, આ સિવાય આ તસવીરમાં કંઈક એવું કેપ્ચર થયુ છે જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે.

આ તસવીરમાં જ્યારે કરિશ્મા સેલ્ફી લઈ રહી હતી ત્યારે તેની પાછળના ઝૂલા પર કોઈ છે અને તે બીજું કોઈ નહીં પણ તેની બહેન કરીના કપૂર છે, જે મોબાઈલ લઇને ઝૂલા પર ઝૂલતી જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતા કરિશ્માએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘બહેન સ્ક્રોલ કરી રહી છે, જ્યારે પોટિંગ…’

Shah Jina