મનોરંજન

આમીર ખાન સાથે Kissing સીન પર 24 વર્ષ પછી કરિશ્મા કપૂરે કહ્યું- 3 દિવસ સુધી…

બોલીવુડની બેબો અને બેગમ કરીના કપૂર ખાન હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે, તેના બીજા દીકરાના જન્મ બાદ તે પોતાના શરીરની પણ ખુબ જ કાળજી રાખી રહી છે, આ દરમિયાન કરીના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તેમજ વીડિયો પણ શેર કરતી રહે છે.

Image Source

કરીનાએ રવિવાર 1 ઓગસ્ટના દિવસે સિસ્ટર્સ ડેના દિવસે ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ શેર કરી છે. જેમાં તેની સાથે તેની બહેન અને અભિનેત્રી કરિશ્મા કપૂર નજર આવી રહી છે. સોશિયલ મીડિયા ઉપર કરીના અને કરિશ્માની આ રીલ ખુબ જ વાયરલ થઇ રહી છે. ઘણા લોકો તેમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Image Source

બૉલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર 90ના દાયકાની બેહદ ખુબસુરત, ટેલેન્ટેડ અને બોલ્ડ એક્ટ્રેસ છે. 90ના દાયકામાં કરિશ્માની ઇન્ડસ્ટ્રીઝમાં બોલબાલા હતી. કરિશ્માની ફિલ્મો ફેન્સને પણ બેહદ પસંદ આવતી હતી. 1996માં આવેલી ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ તો બધાને યાદ છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી.

Image Source

આ ફિલ્મના 24 વર્ષ બાદ કરિશ્માએ આ ફિલ્મને લઇને રાજ ખોલ્યું હતું. વર્ષ 1996માં આવેલી ફિલ્મમાં કરિશ્મા સાથે એક્ટર આમિર ખાન લીડરોલમાં હતો. આ ફિલ્મને દર્શકોને બહુ જ પસંદ આવી હતી. ફિલ્મના એક સીનની ઘણી ચર્ચા થઇ હતી.

આ સીન હતો કરિશ્મા અને આમિર ખાનનો કિસિંગ સીન. આ સીનના કારણે બંને ચર્ચામાં આવ્યા હતા. હાલ કરિશ્માએ ખુદે બતાવ્યું હતું કે, આ સીન કરતા સમયે તે બહુ જ ડરતી હતી. એક ઇન્ટરવ્યૂમાં કરિશ્માએ જણાવ્યું હતું કે, રાજા હિન્દુસ્તાનીને લઈને ઘણી યાદો છે પરંતુ આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે ફક્ત કિસિંગ સીન જ ચર્ચામાં રહ્યો હતો. પરંતુ તે લોકો નહિ જાણતા હોય કે, આ સીનને શૂટ કરવા માટે ત્રણ દિવસ લગાડયા હતા.

હું ડરી રહી હતી અને વિચારી રહી હતી કે, આ કિસ સીન ક્યારે પૂર્ણ થશે ? ફેબ્રુઆરી મહિનામાં ઉટીમાં બહુ જ ઠંડી લાગી રહી હતી. આ સીનને સાંજે 6 વાગ્યે શૂટ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી કરિશ્મા કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂર છે. છતાં પણ તેની ફેન ફોલોઇંગ ઓછી નથી થઇ.

ફિલ્મી દુનિયાથી દૂર થયા બાદ કરિશ્માએ તેનું ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહી છે. કરિશ્મા કપૂર જલ્દી જ ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહી છે. કરિશ્મા જલ્દી જ જી5 પર રિલીઝ થનારી વેબસીરીઝ ‘મેન્ટલહુડ’માં લીડ રોલમાં નજરે આવશે.

Image Source

આ વેબસીરીઝમાં કરિશ્મા કપૂર સિવાય સંજય સુરી, સંધ્યા મૃદુલ, ડીનો મોરિયા, શિલ્પા શુકલા, શ્રુતિ શેઠ અને તિલોત્તમા સોમ જેવા કલાકારો લીડ રોલમાં જોવા મળશે. આ વેબ સિરીઝ મલ્ટી ટાસ્કીંગ વુમન પર આધારિત છે. જે કામની સાથે-સાથે બાળકોની પરવરીશ અને પરિવારનું ધ્યાન બખૂબી રાખે છે. આ વેબસીરીઝ કરિશ્મા કોહલીના નિર્દેશનમાં બની છે.