મનોરંજન

કરીના અને સૈફનાં લાડકા તૈમુરે કર્યો ગણપતિનો જયજયકાર, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

સૈફ અલીખાન અને કરીના કપૂરના લાડકા તૈમુર અલી ખાન પેપરજીના ફેવરિટ સ્ટારકિડ છે. તૈમુરની પોપ્યુલારિટી કરીના અને સૈફ કરતા પણ વધારે છે. તેથી જ તૈમુર કંઇ કરે કે ના કરે તે તેના ક્યૂટ ફેટ્સને લઈને ચર્ચામાં રહે છે. તૈમૂરના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં ઘણા જ પસંદ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

#ganpatibappamoriya🙏🏼 #family❤️ @therealarmaanjain @anissamalhotra @rimosky #kkk #ourboys

A post shared by KK (@therealkarismakapoor) on

તૈમૂરના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા રહે છે. ત્યારે ફરી એક વાર તૈમુરનો એક બેહદ પ્યારો વિડીયો સામે આવ્યો છે. જેમાં તે ગણપતની જયજયકાર કરતો નજરે ચડે છે.

હાલમાં પુરા દેશમાં ગણેશ ઉત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. ત્યારે કરિશ્મા કપૂરે પણ ગણપતિ પૂજાના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ ફોટોમાં કરિશ્મા કપૂર તેના પરિવારજનો સાથે જોવા મળી હતી. તો એક વિડીયોમાં તૈમુર તેના મામા અરમાન જૈન સાથે રમતો નજરે ચડે છે.

આ વિડીયોમાં તૈમુરે કુર્તો પાયજામો પહેર્યો છે. સાથે જ ભગવાન ગણેશનો જયજયકાર કરતો નજરે ચડે છે. આ વીડિયોમાં તૈમુર ‘મંગલમૂર્તિ મોરિયા’ બોલતો નજરે ચડે છે. તૈમૂરના આ વીડિયોને સોશિયલ મીડિયામાં બેહદ પસંદ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

#taimuralikhan @therealarmaanjain @saraalikhan95 @therealkareenakapoor @therealkarismakapoor @taimuralikhan16

A post shared by Taimur Ali Khan (@sultantaimurali) on

આ વીડિયોમાં તૈમુર તેના હાથમાં લોલીપોપ સાથે જોવા મળે છે. તૈમુરે સફેદ કુર્તો અને પાયજામામાં નજરે ચડે છે. જણાવી દઈએ કે, તૈમુરનો આ વિડીયો પહેલી વાર વાયરલ નથી થયો. આ પહેલા હાલમાં જ થોડા સમય પહેલા તૈમુરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks