માતાને કારણે પુત્રી કરિશ્માના સંબંધો બનતા બનતા રહી ગયા, નહીં તો કપૂર-બચ્ચન નહિ પરંતુ આ પરિવારની હોત વહુ

થોડા લોકો જ જાણતા હશે કે કપૂર પરિવારની દીકરી કરિશ્મા કપૂરનો સંબંધ વિનોદ ખન્નાના દીકરા અક્ષય ખન્ના માટે પાસ થયો હતો અને આ સંબંધ કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂરે મોકલ્યો હતો. પરંતુ માતા બબીતાને કારણે આવું થઇ શક્યુ નહિ.

તમને જણાવી દઇએ કે વિનોદ ખન્ના તેમના સમયના એક સફળ અભિનેતા હતા પરંતુ તેમનો દીકરો અક્ષય ખન્ના પિતા જેવો સફળ ન થઇ શક્યો. જો કે, તેમની કેટલીક ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી. અક્ષય ખન્નાના લગ્ન બોલિવુડની ફેમસ અભિનેત્રી અને કપૂર પરિવારની પુત્રી કરિશ્મા કપૂર સાથે થવાના હતા પરંતુ તે શક્ય બન્યુ નહિ. અક્ષય ખન્નાએ નમિત કપૂર એક્ટિંગ સ્કૂલથી અભિનયનો કોર્સ કર્યો હતો અને તે બાદ તેણે ફિલ્મ હિમાલય પુત્રથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ, જે 1997માં રીલિઝ થઇ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

image source

તમને જણાવી દઇએ કે અક્ષય ખન્નાએ આજ સુધી લગ્ન નથી કર્યા. કરિશ્મા કપૂરનો સંબંધ વિનોદ ખન્નાના દીકરા અક્ષય ખન્ના માટે પાસ થયો હતો અને આ સંબંધ કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂરે મોકલ્યો હતો. પરંતુ માતા બબીતાને કારણે આવું થઇ શક્યુ નહિ. કરિશ્મા કપૂર એ દિવસોમાં તેના કરિયરમાં ઘણી આગળ વધી રહી હતી અને બબીતા એ ન હતા ઈચ્છતા કે લગ્નને કારણે તેનું કરિયર બરબાદ થઇ જાય.

Shah Jina