મનોરંજન

અભિનેત્રી કરિશ્મા તન્નાના ફોટોશૂટમાં જોવા મળ્યો એક અલગ જ અંદાજ, ઘાયલ થઇ જશો, તમે પણ જુઓ

ગુજ્જુ અભિનેત્રી કરિશ્માએ એવા એવા પોઝ આપ્યા કે દીવાના થઇ જશો, જુઓ તસવીરો

બૉલીવુડ અને ટીવીના કલાકારો લાઇમ લાઇટમાં રહેવા માટે અલગ અલગ અંદાજની અંદર ફોટોશૂટ કરાવતા હોય છે, જેની તસવીરો પણ ઇન્ટરનેટ ઉપર છવાઈ જતી હોય છે, હાલ ટીવીથી લઈને બૉલીવુડ સુધી જે અભિનેત્રીએ પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે તે અભિનેત્રી કરિશ્મા તન્નાનું એક ખુબ જ હોટ ફોટોશૂટની તસવીરો વાયરલ થઇ રહી છે. (Photo Credit: Instagram- karishma tanna)

કરિશ્મા તન્નાએ હાલમાં જ પોતાની આ તસ્વીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. કરિશ્માની આ તસવીરો ઉપર ચાહકો સાથે સાથે સેલેબ્સ પણ ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ ઉપર ખુબ જ મોટો ચાહકવર્ગ છે. તેને 58 લાખ કરતા પણ વધારે લોકો ફોલો કરે છે. જેના કારણે તેની તસવીરો પણ પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ જતી હોય છે. તેની આ તસવીરોને 2 લાખ કરતા પણ વધુ લોકોએ લાઈક કરી છે.

કરિશ્મા તન્નાના વર્ક ફ્રન્ટની જો વાત કરવામાં આવે તો હાલમાં જ તેનું કતરા સોન્ગ રિલીઝ થયું છે. આ પહેલા કરિશ્મા ફિલ્મ “સંજુ”માં નજર આવી ચુકી છે.

કરિશ્માએ ટેલિવિઝનના ખ્યાતનામ ટીવી શો “ક્યોંકિ સાસ ભી કભી બહુ થી” દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.  ત્યારબાદ તે નચ બલિએ અને જરા નચકે દિખામાં પણ જોવા મળી હતી.

કરિશ્મા તન્નાને વધારે ઓળખ બિગ બોસ સીઝન 8 દ્વારા મળી હતી, જેના બાદ તેનો મોટો ચાહક વર્ગ પણ બની ગયો. સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે.